કર્ણાટકમાં અમૂલને ઝટકો,જાણો શું છે સમગ્ર મામલો

    0
    48

    અમૂલ બ્રાન્ડ ડેરી ઉદ્યોગમાં પ્રભુત્વ ધરાવે છે. જો કે અમૂલને કર્ણાટકમાં ઝટકો લાગ્યો છે. બૃહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે તે માત્ર સ્થાનિક ડેરી બ્રાન્ડ નંદિનીનો જ ઉપયોગ કરશે.બૃહત બેંગલુરુ હોટેલ્સ એસોસિએશને સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા માટે આ નિર્ણય લીધો છે. અમૂલને લઈને કર્ણાટકમાં રાજનીતિ ચાલી રહી છે.  કોંગ્રેસ અને જેડીએસ સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના હિત માટે રાજ્યમાં અમૂલના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે.