HomeDeshટાઇમ મેગેઝીનમા શાહરુખ અને ચંદ્રમૌલીને સ્થાન

ટાઇમ મેગેઝીનમા શાહરુખ અને ચંદ્રમૌલીને સ્થાન

ફિલ્મ નિર્દેશક એસ.એસ. રાજામૌલી અને અભિનેતા શાહરૂખ ખાનને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કરાયા છે. ટાઈમ મેગેઝીને 2023 માટે જાહેર કરેલી યાદીમાં બંનેના નામ સામેલ કર્યા છે. લેખક સલમાન રશ્દી અને ટીવી હોસ્ટ અને જજ પદ્મા લક્ષ્મી પણ આ યાદીમાં સામેલ છે.આ યાદીમાં સામેલ અન્ય નામોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટનના રાજા ચાર્લ્સ, સીરિયન મૂળના તરવૈયા અને સામાજિક કાર્યકર્તા સારા માર્ડિની અને યુસરા માર્ડિની અને અબજોપતિ ઈલોન મસ્કનો સમાવેશ થાય છે. સર્વશ્રેષ્ઠ ગીત બદલ ઓસ્કાર જીતનાર ફિલ્મ RRRના નિર્દેશક એસ.એસ.રાજામૌલીનીટાઈમની યાદી માટેની પ્રોફાઈલ આલિયા ભટ્ટે લખી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments