Home State Gujarat વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વધુ સાત એમ.ઓ.યુ. થયા

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વધુ સાત એમ.ઓ.યુ. થયા

0
762
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વધુ સાત એમ.ઓ.યુ. થયા
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં વધુ સાત એમ.ઓ.યુ. થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં. ટેક્ષટાઇલ સેક્ટર, કેમિકલ્સ સેક્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કુલ-૭ MoU દ્વારા રૂ. ૪૦૬૭ કરોડનું સંભવિત રોકાણ આવશે અને ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અત્યાર સુધીમાં પાંચ કડીમાં રૂ. ૮,૩૭૩ કરોડના ૧૯ MoU સંપન્ન – કુલ ૨૪,૩૦૦થી વધુ રોજગાર અવસર મળશે . ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે  બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે. છઠ્ઠા તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સોમવાર તા. ૧૧  સપ્ટેમ્બરે છઠ્ઠી કડીમાં એક જ દિવસમાં રૂ. ૪ હજાર કરોડથી વધુના રોકાણો માટે સાત MoU થયા છે. તેનાથી ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું નિર્માણ થશે.

એમોઉં

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, વાયબ્રન્‍ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની પાંચ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂ. ૮,૩૭૩ કરોડના રોકાણોના ૧૯ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ ૨૪,૩૦૦થી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે. આ MoU અનુસાર અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગાંગડ ગામે ડેનિમ ડાઈંગ અને પ્રોસેસીંગ યુનિટ શરૂ કરવા માટે શ્રી શ્યામ ફેશન ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૧૦૩.૨૫ કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ માર્ચ-૨૦૨૪માં કાર્યરત થતા ૧૫૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે.

એ.ઓ.યુ

સુરત જિલ્લામાં ટેક્ષટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે જનરલ પોલિટેક્ષ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂ. ૨૫૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે ૫૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-૨૦૨૪સુધીમાં કાર્યરત થશે. તેમજ સુરતમાં અન્ય એક ટેક્ષટાઈલ યુનિટ કાર્યરત કરવા APL કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. ૧૫૩.૯૮ કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી ૨૨૫ લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ આગામી માસના અંત સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.આ ઉપરાંત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણમાં ૫૪૬ હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂ. ૪૫૦ કરોડના રોકાણો માટેના MoU પાય પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં ૧૫ હજાર લોકોને રોજગારી મળશે અને માર્ચ-૨૦૨૪ સુધીમાં પાર્ક કાર્યરત થવાનો છે.

Vibrant Gujarat 1

સુરતના પલસાણા તાલુકાના ઈંટાળવા ખાતે ૩.૩૧ લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતર માળખાકીય સુવિધાઓ વિકસાવવા અંગે રૂ. ૧૧૯.૯૩ કરોડના રોકાણો સાથે MoU થયા છે. ૫૮૨ પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે ૭ હજાર રોજગારીની તકો અહીં ઉપલબ્ધ થશે અને માર્ચ-૨૦૨૪ સુધીમાં તે કાર્યરત થશે.આ પાંચ MoU ઉપરાંત કેમિકલ ક્ષેત્રે રૂ. ૩૦૦૦ કરોડના રોકાણો માટે બે MoU થયા હતા.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં એગ્રોકેમિકલ્સ, હાઇપરફોર્મન્સ પોલિમર્સ અને પીગમેન્ટ્સના ઉત્પાદન માટે ઘરડા કેમિકલ્સ લિમિટેડ દ્વારા રૂ. ૨૬૦૦ કરોડના રોકાણ માટે MoU  કર્યાં હતા. આ રોકાણથી બે હજાર રોજગારીની તકોનું સર્જન થશે. એમઓયુ મુજબ ઘરડા કેમિકલ્સ દ્વારા એગ્રોકેમિકલ્સનું ઉત્પાદન ૨૦૨૪-૨૫માં શરૂ થઈ જશે,  જ્યારે એગ્રોકેમિકલ્સ, હાઈપર્ફોર્મન્સ પોલીમર્સ, રંગદ્રવ્યો તથા એગ્રોકેમિકલ્સ ફોર્મ્યુલશનનું ઉત્પાદન ૨૦૨૫-૨૬માં શરૂ થશે.

MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકા રહેલી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા. આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે