50 ફુટ કુવાંથી રેસ્ક્યુ કરાયુ
સેલ્ફી લેવાના ચક્કરમાં અનેક પ્રકારના અકસ્માતો થવાની ઘટના બને છે,ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ બન્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં સેલ્ફી લેવા જતા એક યુવક 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હોવાની વિગતો જાણવા મળેલ છે. જેનું દિલધડક રેસ્કયુ કરી બહાર કાઢવામાં આવ્યો હતો. અંદાજીત 50 ફૂટ ઊંડા ખાડામાં પડેલ ગૌરવ દવેનું દિલધક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને યુવકને સહીસલામત રીતે બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે હોસ્ટપિટલ ખસેડવામાં આવ્યો હતો. ખાડામાં પડેલો યુવક ગૌરવ દવે મૂળ વડોદરાનો રહેવાસી હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. જ્યાં બીજી તરફ સ્થાનિકો દ્વારા આ ઘટનાને પગલે આર્કીયોલોજી વિભાગ દ્વારા 50 ફૂટ ઊંડા ખાડા પર લોખંડની જાળી ના મારવાના કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.