શરીર માં દેખાય આવા લક્ષણો તો  સમજી જજો કે  હૃદય ની નસો થઇ રહી છે બ્લોક,હદય રોગ નો વધી રહ્યો છે ખતરો.

0
141

હાર્ટ એટેક ના જોવા મળતા લક્ષણો

હૃદય માં થતો ભયંકર દુખાવો

હૃદય ની નસો બલોક થઇ જાય ત્યારે છાતી માં તમને ભારેપણું આવી શકે છે.છેલ્લા કેટલાક સમય થી મોટી મોટી હસ્તીઓ ને હાર્ટએટેક આવવાની ખબરો સામે આવી રહી છે,જેમાં ઘણા એ પોતાનો જીવ ગુમાવ્યો છે.હૃદય ની બીમારીઓ અને તેના કારણે થતી મોતની ઘટનાઓ દરેક ને ભયભીત કરે છે.હૃદય ની ધમનીઓ તમારા શરીર ની મુખ્ય નશો છે જે લોહી ને તમારા હૃદય સુધી પહોચાડે છે.જો તેમાં કોઈ પણ ગરબડ હોય તો બ્લોકેજ થવા લાગે છે જે હાર્ટએટક થવાના સંકેત આપે છે.

હૃદયરોગ થવાના લક્ષણો: હૃદય ની નશો બ્લોક થઇ જાય ત્યારે છાતી માં ગભરામણ અનુભવાય છે ,બેચેની નો પણ અનુભવ થાય છે.આ સિવાય થાક ,શ્વાસ લેવામાં તકલીફ ,તેમજ અચાનક વધી જતા ધબકારા પણ હદય રોગ નો સંકેત આપે છે.

સારવાર: જો કોઈ પણ દર્દી ને આ પ્રકાર ના લક્ષણો જણાય તો તરતજ તેણે  કાર્ડીઓલોજીસ્ટ એટલે કે હદય ના ડોક્ટર ને બતાવી દેવું જોઈએ.

હૃદય ને તંદુરસ્ત રાખવા માટે ના ઉપાયો :

હૃદય ને તંદુરસ્ત રાખવા માટે તમાકુ,સિગારેટ,દારૂ જેવા વ્યસનો  થી દુર રેહવું જોઈએ તેમજ મીઠાઈ,જંક ફૂડ,અને બહાર નું ખાવાનું ટાળવું જોઈએ.આ સિવાય ૭ થી ૮ કલાક ની ઊંઘ લેવી જોઈએ અને નિયમિત કસરત ,યોગા પણ  કરવા જોઈએ.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.