Home State Gujarat Security Scare in Navsari: નવસારી હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાની ધમકી: તપાસમાં...

Security Scare in Navsari: નવસારી હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાની ધમકી: તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ

0
97
Security Scare in Navsari
Security Scare in Navsari

Security Scare in Navsari: નવસારી હેડ પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળતા આજે સવારથી જ શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા ઈમેલ દ્વારા પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું.

Security Scare in Navsari: સઘન તપાસ અને સર્ચ ઓપરેશન

Security Scare in Navsari

ધમકી મળતાની સાથે જ નવસારી પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે આખું પરિસર ખાલી કરાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરેક ખૂણે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, પરંતુ કલાકોની જહેમત બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ન હતો. આખરે આ મેસેજ ‘હોક્સ કોલ’ (ખોટી ધમકી) હોવાનું સ્પષ્ટ થતા તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Security Scare in Navsari: ત્રણ મહિનામાં બીજી વખત ધમકી

Security Scare in Navsari

પોસ્ટ ઓફિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઈમેલ દ્વારા આવી રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વારંવાર મળતી આ પ્રકારની ધમકીઓને પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાને પગલે પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને ત્યાં આવેલા નાગરિકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ફતેગંજ બ્રિજ પર ટ્રિપલ અકસ્માત; ત્રણ કાર અથડાતા ટ્રાફિક જામની સમસ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે