Second Test માં ભારતની શાનદાર જીત, જીત સાથે કરી સીરીઝમાં બરાબરી    

0
248
Second Test
Second Test

Second Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 2જી ટેસ્ટ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે,  ભારતે વિશાખાપટ્ટનમ (વિઝાગ) ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.

Second Test

Second Test : ભારતે વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 106 રનથી માત આપી દીધી છે, 399 રનનો પીચો કરતી ટીમ ઇગ્લેન્ડ 292 રનમાં સમેટાઈ ગઈ હતી, ત્રીજા દિવસના અંતે  ઇગ્લેન્ડ માત્ર 1 વિકેટ ગુમાવીને મેચ પૂરી કરી હતી, પરંતુ આજે ચોથા દિવસની શરૂઆતથી જ ભારતની ટીમ હાવી થઇ ગઈ હતી, અને સમયાંતરે વિકેટ પર વિકેટ લઈને ઇગ્લેન્ડની ટીમને સેટ થવા જ નહોતી દીધી.        

Second Test

Second Test : ચોથા દિવસે ભારતીય ટીમે મચાવ્યો તરખાટ

ઇગ્લેન્ડની પ્રથમ વિકેટ રમતના ત્રીજા દિવસે પડી, જ્યારે બેન ડકેટ સ્પિનર ​​આર. અશ્વિનની સ્પિનમાં કેચ થયો હતો, ત્યારબાદ ચોથા દિવસે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન નાઈટવોચમેન રેહાન અહેમદ હતો. અક્ષર પટેલે તેને પોતાની સ્પિનમાં ફસાવી દીધો અને તેને 23 રનના અંગત સ્કોર પર પહોંચાડ્યો. આ પછી અશ્વિને ઓલી પોપ અને જો રૂટને આઉટ કરીને ઈંગ્લેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું.

Second Test

Second Test : જો રૂટ ખૂબ જ આક્રમક શોટ રમવા માટે આઉટ થયો હતો. અશ્વિને ઓલી પોપને આઉટ કરીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિન ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને ભાગવત ચંદ્રશેખરને પાછળ છોડી દીધા, જેમણે 95 વિકેટ લીધી હતી.

Second Test

Second Test : ત્યારબાદ ભારતને જેક ક્રાઉલીના રૂપમાં સૌથી મોટી સફળતા મળી જે કુલદીપના હાથે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ક્રાઉલીએ આક્રમક બેટિંગ કરતા અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી. લંચ પહેલા જસપ્રીત બુમરાહે જોન બેયરસ્ટોને પોતાનો શિકાર બનાવ્યો હતો. લંચ પછી, બેન સ્ટોક્સ શ્રેયસના થ્રો પર ચાલતો રહ્યો. 220 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ બેન ફોક્સ અને ટોમ હાર્ટલીએ ઈંગ્લેન્ડ માટે પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ મળીને 55 રનની ભાગીદારી કરી હતી. જસપ્રીત બુમરાહે ફોક્સને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. અને અંતે આખી ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી.

Second Test

ભારત તરફથી આ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં અશ્વિન અને બુમારહ એ ૩-૩ વિકેટ લીધી હતી, જયારે મુકેશ, અક્ષર અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી,  જીત સાથે ભારતે 5 ટેસ્ટ મેચની સીરીઝમાં 1-1 થી બરાબરી કરી લીધી છે, હવે ત્રીજી ટેસ્ટ મેચ  15 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં રમાશે, જે માં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પરત ફરી શકે છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने