Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

0
265
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

Sanjay Singh: દિલ્હી એક્સાઇઝ સ્કેમ કેસમાં આરોપી બનાવવામાં આવેલા AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટે રાહત મળી છે અને સુપ્રીમે તેમને જામીન આપ્યા છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂછ્યું હતું કે શું તે સંજય સિંહના જામીનનો વિરોધ કરે છે, જેના પછી EDએ તેમના જામીનનો વિરોધ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે સંજય સિંહ હવે છ મહિના બાદ જેલમાંથી બહાર આવશે.

દિલ્હી એક્સાઈઝ કૌભાંડના આરોપી AAP સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ 4 ઓક્ટોબરે AAP સાંસદની ધરપકડ કરી હતી.

જ્યારે કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે, EDએ સંજય સિંહના જામીનનો વિરોધ કર્યો ન હતો, ત્યારબાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. હવે તે છ મહિના પછી જેલમાંથી બહાર આવશે. જો કે, તેને જામીન આપતાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે આ આદેશને દાખલા તરીકે ગણવામાં આવશે નહીં.

Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર
Sanjay Singh: લિકર કૌભાંડમાં સંજય સિંહને SCમાંથી રાહત, 6 મહિના પછી જેલમાંથી બહાર

Sanjay Singh: જામીન પહેલા કોર્ટમાં કાર્યવાહી

જામીન આપતા પહેલા સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ પીબી વરાલે ED તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે શું ED સંજય સિંહની વધુ કસ્ટડી ઈચ્છે છે.?

ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સિંહ છ મહિનાથી જેલમાં છે, તેથી તેને ધ્યાનમાં રાખીને, EDને તેની વધુ કસ્ટડીની જરૂર છે કે કેમ તે જણાવો.

બેન્ચે એસવી રાજુને એમ પણ કહ્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. તેની સામે 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપની પણ ટ્રાયલમાં તપાસ થઈ શકે છે. અગાઉ સંજયે હાઈકોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે મહિનાઓથી જેલમાં છે અને અત્યાર સુધી આ કૌભાંડમાં તેની કોઈ ભૂમિકા સામે આવી નથી. આવી સ્થિતિમાં તેને જામીન મળવા જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો