HomeDeshઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતનો ભાજપના ધારાસભ્ય પર મોટો આરોપ

ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતનો ભાજપના ધારાસભ્ય પર મોટો આરોપ

ભાજપના ધારાસભ્ય રાહુલ કુલ પર રૂ. ૫૦૦ કરોડના કૌભાંડનો આરોપ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, તે વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ધારાસભ્ય રાહુલ કુલ વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનમાં ફરિયાદ નોંધાવી છે. સંજય રાઉતે આરોપ લગાવતા કહ્યું છે કે, “રાહુલ કુલે તેની ભીમપત સુગર મિલ દ્વારા 500 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. મે આ મામલે સૌથી પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી હતી, પરંતુ રાજ્યના ભ્રષ્ટાચારીઓને તેનું રક્ષણ મળી રહ્યું છે. કારણ કે, રાહુલ ફડણવીસના નજીકના છે. PM મોદી કહે છે કે, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવા માટે CBI સ્વતંત્ર છે, પરંતુ ફડણવીસે ભ્રષ્ટાચારીઓને ભિક્ષા આપી છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments