ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે કર્યાં પ્રહાર

0
188

ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે કર્યાં પ્રહાર

  રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએઃસંજય રાઉત

  રેલવે મંત્રીએ રાજીનામું આપવું જોઈએઃ સંજય રાઉત

ઓડીસા ટ્રેન અકસ્માત અંગે સંજય રાઉતે પ્રહાર કર્યાં છે.ઓડીસામાં 2 જૂને થયેલા ભયાનક ટ્રેન અકસ્માતે દેશને હચમચાવી નાખ્યો છે. આ દર્દનાક ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયા હતા જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત બાદથી વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન, ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે પણ બાલાસોર ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીની નિંદા કરી હતી.

ટ્રેન અકસ્માતની તસ્વીર

Train Accident 3

રાઉતે આરોપ લગાવ્યો કે રેલવે વડાપ્રધાન માટે રમકડું બની  છે.પીએમ મોદી પર પ્રહાર કરતા સંજય રાઉતે કહ્યું કે, વડાપ્રધાન માત્ર લીલી ઝંડી બતાવતા રહે છે. આ તેમના માટે એક પ્રસંગ છે. પ્રચારનું એક માધ્યમ છે. વડાપ્રધાન મોટા આશ્વાસન આપે છે. બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન લાવી રહ્યાં છે. પરંતુ જે ટ્રેન પાટા પર દોડી રહી છે તેને યોગ્ય રીતે ચલાવવામાં આવી રહી નથી. રેલવે મંત્રીએ આ ઘટનાની જવાબદારી લેવી જોઈએ અને નીતિમત્તાના મુદ્દે રાજીનામું આપવું જોઈએ. બીજી તરપ આ અકસ્માત તેમની બેદરકારીનું કારણ છે.કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ બાલાસોરમાં થયેલા ટ્રેક પર માલસામાન ટ્રેનની અવરજવર ફરી શરૂ કરવા આવી આ  દરમિયાન અકસ્માત સ્થળે તેઓ  હાજર હતા. તેમને જણાવ્યું કે અત્યાર સુધીમાં સાત જેટલી ટ્રેનો આ ટ્રેક પરથી પસાર થઇ છે . વધુમાં તેમને કહ્યું કે  જે પરિવારના લોકો ગુમ થયા છે તેઓ તેમના પરિવારના સભ્યો પાસે વહેલી તકે પહોંચે. તે અમારી જવાબદારી છે જે હજી પૂરી થઈ નથી. હાલ ટ્રેક પર કામ ચાલુ છે અને કેન્દ્રીયમંત્રી પણ ત્યાં સતત દેખરેખ રાખી રહ્યા છે. રેલ્વે મંત્રી અહી વાત જણાવતા હતા ત્યારે ભાવુક થયા હતા .

ટ્રેન અકસ્માતનો મામલો સુપ્રીમમાં વાંચો અહીંયા