HomeEntertainmentટાઈગર ૩ ની સાથે જશે શાહરૂખ ખાન ની "ડંકી"

ટાઈગર ૩ ની સાથે જશે શાહરૂખ ખાન ની “ડંકી”

સલમાન ખાન અને કેટરીના કેફ સ્ટાર ફિલ્મ ટાઈગર ૩ ના ફેન્સ ક્યારના રાહ જોઈ રહ્યા છે. મુવી આ દિવાળીના તહેવાર પર રીલીઝ થશે. એડવાન્સ બુકિંગ ૫ નવેમ્બરથી શરૂ થશે. મુવી ૧૨ નવેમ્બરના રીલીઝ થશે. સલમાન ખાન અને શાહરૂખ ખાન બંને એક બીજાની ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, સલમાન ખાને શાહરૂખ ખાન સાથે તેની ફિલ્મ “પઠાણ” સાથે “કિસીકા ભાઈ કિસીકી જાન” ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આવો જોઈએ બંને ટાઈગર ૩ , ડંકી મુવી ના ટ્રેલર અને ટીઝરની ઝલક:

ટાઈગર ૩ માં સલમાન, કેટરીના સાથે ઇમરાન હાશમી પણ છે જે વિલનના રોલ માં છે. જે એનો બદલો લેવા માટે ટાઈગર અને કેટરીના સાથે લડાઈ કરે છે. ટાઈગર યશરાજ બેનર હેઠળ બનેલી મુવી છે જેણે મનીષ શર્મા એ ડાયરેક્ટ કરી છે અને પ્રોડક્શન આદિત્ય ચોપરાનું છે. ૧૨ નવેમ્બર દિવાળીના દિવસે આ મુવી રીલીઝ થશે. હિન્દી, તમિલ અને તેલુગુમાં ડબ્બીંગ કરવામાં આવેલું છે. જેનું એક ગીત લોન્ચ થઇ ચુક્યું છે. જેના લીરીક્સ છે “લે કે પ્રભુ કા નામ”. જેના લીરીક્સ અમિતાબ ભટાચાર્યએ લખ્યા છે. જેને સિંગર નિકિતા ગાંધી, પ્રીતમ અને અરિજિત સિંઘ એ અવાજ આપ્યો છે. વૈભવી મર્ચન્ટ એ કોરિયોગ્રાફી કરી છે.

ટાઈગર ૩

ટાઈગર ૩ ડાયરેક્ટર મનીષ શર્મા એ બેન્ડ બાજા બારાત, ફેન, લેડીઝ વર્સીસ રિક્કી બેહલ, શુદ્ધ દેશી રોમેન્સ, સુઈ ધાગા, જયેશભાઈ જોરદાર, હિંચકી જેવી બીગ સ્ટારર મુવીસ કરેલી છે.

ડંકી મુવી રાજકુમાર હીરાની ની મુવી છે જેમાં શાહરૂખ ખાન તાપસી પન્નું પણ છે જે રેડ ચીલી એન્ટરટેઈમેન્ટ બેનર નું છે. આ મુવી ૨૧ ડીસેમ્બરના ક્રિસમસ સમયે રીલીઝ થશે.

ડંકી

આવા મનોરંજનના વધુ સમાચાર જોવા માટે અહિયાં ક્લિક કરો

વધુ સમાચાર જોતા રહો વી.આર.લાઇવ ચેનલ અને વેબ પોર્ટલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments