ગુજરાતના 7 લાખ જેટલા હંગામી કર્મચારીઓ માટે આગામી લોકસભા ચૂંટણી અચાર સંહિતા જાહેર થાય તે પહેલા સારા સમાચાર આવી શકે છે. ગુજરાતના 7 લાખ જેટલા કર્મચારીઓ જે કરાર આધારિત ભરતી કરવામાં આવી છે તે કર્મચારીઓને કાયમી કરવાની તૈયારીઓ આદરી છે. ગુજરાતના સૌ પ્રથમ તેની શરૂઆત આરોગ્ય વિભાગથી શરુ કરશે . આપને જણાવી દઈએ કે ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ અને ફિક્સ પગાર આધારિત કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાને થતા શોષણ અને પગાર બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ લોકસભા ૨૦૨૪ની ચૂંટણી જાહેર થાય તે પહેલા ગુજરાતના 7 લાખ જેટલા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની વિચારના થઇ રહી છે. ગુજરાત સરકારે પોતાની કચેરીઓમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કાયમી કરવા માટેની તૈયારી આદરી છે. આ તમામ કર્મચારીઓ માટેની યાદી બનાવવાનું કામ રાજ્યના આરોગ્ય વિભાગે શરુ કરી દીધું છે. ગુજરાત સરકાર આઉટ સોર્સિંગ એજન્સી થકી કામ કરતા તથા કોન્ટ્રાકટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને કાયમી સુત્રોના જણાવ્યા અનુસાર 1 થી લઈને વર્ગ -4 સુધીના 7 લાખ જેટલા કર્મચારીઓને ફાયદો થઇ શકે છે.
ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ અંગે સરકારના સુત્રો પ્રમાણે જોઈએ તો આવા કર્મચારીઓને કાયમી કરવા અંગે ગયા બજેટ સત્ર પહેલા વિચારણા હાથ ધરાઈ હતી. પરંતુ કેટલાક વહીવટી અને નાણાકીય કારણોસર તેની જાહેરાત કરાઈ ન હતી . હવે સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારીને લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા આ જાહેરાત કરી શકે શકે . આ કર્મચારીઓ હાલ અગિયાર માસના કરાર આધારિત નોકરી કરી રહ્યા છે. તે સમય ગાળો પૂર્ણ થયા બાદ અમુક અંતરાલ બાદ તે કરાર રીન્યુ કરાય છે. અથવા તે સ્થાને જરૂરીયાત મુજબ નવા લોકોને નોકરી પર લેવામાં આવે છે.
ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓ માટે સરકારે આવા વર્ગ કર્મચારીઓની યાદી તૈયાર કરી છે. અને તે તમામ કર્મચારીઓને કાયમી કરવાથી કેટલો સીધોજ નાણાકીય બોજ આવી શકે તેને લઈને પણ ગણતરીઓ શરુ કરી દીધી છે. સામાન્ય વહીવટ તેમજ અન્ય વિભાગો સાથે સંકલન કરીને પણ નવા નિયમો ઘડવામાં આવશે. જોકે સુત્રોની માનીએ તો કર્મચારીઓની ઉમરને લઈને પણ વચ્ચેનો રસ્તો શોધાઈ રહ્યો છે. ગુજરાતના કરાર આધારિત હંગામી કર્મચારીઓ કાયમી ધોરણે નોકરીમાં લેવામાં આવે તેને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં લેવામાં આવશે આ ઉપરાંત પાંચ વર્ષ બાદ તેમની કામગીરીની સમીક્ષાને આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે.