Salman Khan : સલમાન ખાનના ઘર પર ફાયરીંગ કરનાર બંને યુવકની ગુજરાતમાંથી ધરપકડ

0
173
Salman Khan
Salman Khan

Salman Khan  : અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે. સોમવારે મોડી રાત્રે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની ઓળખ વિકી સાહેબ ગુપ્તા અને સાગર શ્રીજોગેન્દ્ર પાલ તરીકે થઈ છે, બંને બિહારના રહેવાસી છે. તેઓને આજે મુંબઈ લાવવામાં આવશે.

Salman Khan  :  ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી

Salman Khan

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. પોલીસ આ અંગે પણ કડક પૂછપરછ કરશે. પોલીસની એક ટીમ ગુજરાત આવીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી. 

Salman Khan  : બંને આરોપીઓ બિહારના રહેવાસી 

Salman Khan  : સૂત્રો માથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સુત્રો પાસેથી જણવા મળ્યું છે.  ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઇક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Salman Khan

Salman Khan  : 14 એપ્રિલે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાઇક પર આવેલા બે હુમલાખોરોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ સમયે સલમાન તેના ઘરે હતો. ઘટના બાદ સલમાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો