RUPALA VS KSHATRIY : આંદોલનને ઠારવા સરકારની દોડધામ, મોડી રાત સુધી ચાલી બેઠક, ક્ષત્રિયોનો એક જ અવાજ, રૂપાલાની ટીકીટ રદ્દ કરો    

0
113
RUPALA VS KSHATRIY
RUPALA VS KSHATRIY

RUPALA VS KSHATRIY : લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે. જો કે આજે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મોડી રાતે ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે બેઠક મળી હતી. બે કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ પણ વિવાદનો અંત આવ્યો નથી.  બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

RUPALA VS KSHATRIY

RUPALA VS KSHATRIY :  બેઠક બાદ પણ વિવાદન ન ઉકેલાયો

RUPALA VS KSHATRIY

RUPALA VS KSHATRIY : ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે અને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે ત્યારે સોમવારે મોડી રાતે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. આ બેઠક બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર સમાજની એક જ માગ છે. ક્ષત્રિય સમાજના આગેવાને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે બેઠક બાદ કોઈ સમાધાન કરવામાં આવ્યું નથી. અમે અમારી માગ પર અડગ છીએ અને રૂપાલાની ટિકિટ રદ થાય તે સિવાય કોઈ વાત ચલાવી લેવામાં આવશે નહીં.

RUPALA VS KSHATRIY : આજે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી પત્રક ભરશે

RUPALA VS KSHATRIY

RUPALA VS KSHATRIY : એક તરફ આજે વિવાદ વચ્ચે પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) ઉમેદવારી પત્રક ભરવાના છે જેને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પહેલા જનસભા યોજાશે પછી રોડ શો કરવામાં આવશે. આટલું જ નહીં વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત રાજ્યોમાંથી પણ ક્ષત્રિયો પહોંચ્યા હતા. જેમાં વક્તાઓએ એક સૂરમાં ભાજપને લલકાર કરીને તારીખ 19 સુધીમાં રૂપાલાની ટિકિટ રદ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો