Ashwin said about Sai Sudharsan: દક્ષિણ આફ્રિકા સામેની કારકિર્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ODIમાં અણનમ અડધી સદી ફટકારનાર લેફ્ટી ઓપનર સાઈ સુદર્શનને હેડલાઈન્સ મળવા લાગી છે. અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ 22 વર્ષના બેટ્સમેનના વખાણ કરતા મોટુ નિવેદન આપ્યું છે.
સુદર્શન સાઈ (Sai Sudharsan) એ જે પરિપક્વતા અને આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી તે જોઈને એવું લાગતું નહોતું કે તે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યો છે. સુદર્શને 43 બોલમાં અણનમ 55 રન બનાવ્યા અને આ દરમિયાન તેના કેટલાક શોટ્સ ઉચ્ચ ગુણવત્તાના હતા.

સુદર્શનને (Sai Sudharsan) ભવિષ્યનો અસાધારણ બેટ્સમેન ગણાવતા અશ્વિને લખ્યું કે હું જેની વાત કરી રહ્યો છું. મારા શબ્દોને નોધ કરી રાખો કે આ છોકરો દૂર જશે. વર્ષ 2021 માં તમિલનાડુ લીગમાં તેની શરૂઆત થઈ ત્યારથી, પાછું વળીને જોયું નથી. મારા છોકરાની સિદ્ધિઓનો પીછો કરતા રહો.
સુદર્શનને પ્રથમ મેચથી જ ચાહકો મળી ગયા છે
ચાહકોને અશ્વિનની વાત પર પૂરો વિશ્વાસ છે
અન્ય રોચક સમાચાર વાંચવા અહી ક્લિક કરો અને YouTube પર સોટ્સ જોવા અહી ક્લિક કરો