SABARKANTHA NEWS :  ઓનલાઈન શોપિંગ કરનારા માટે લાલબત્તી સમાન કિસ્સો, મંગાવેલા પાર્સલમાં થયો બ્લાસ્ટ, ૨ લોકોના મોત

0
249
SABARKANTHA NEWS
SABARKANTHA NEWS

SABARKANTHA NEWS :  સામાન્ય રીતે અત્યારે ઓફલાઈન કરતા ઓનલાઈન શોપિંગ કરવાનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે આજે ઓફલાઈન શોપિંગ કરનારા માટે એક લાલબત્તી સમાન ઘટના સામે આવી છે, સાબરકાંઠામાં ઓનલાઈન મંગાવેલા પાર્સલ ખોલતા બ્લાસ્ટ થતા ૨ લોકોના મોત નીપજ્યાં છે.      

SABARKANTHA NEWS :   સાબરકાંઠના વડાલીમાં ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડાલીમાં એક પરિવારે ઈલેટ્રોનિક સામાનનું ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું. જે પાર્સલ ખોલતા જ જોરદાર ધડાકો થયો હતો. આ બનાવમાં 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે.

SABARKANTHA NEWS :   વણઝારા જિતેન્દ્રભાઈના નામે આ પાર્સલ આવ્યું હતું. જે પાર્સલ ઘરે પહોંચતા પરિવારના સભ્યોએ તેને ખોલ્યું હતું. ત્યારે ઓનલાઈન મંગાવેલા ઈલેટ્રોનિક સામાનનું પાર્સલ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયું હતું. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. આ ઘટનાને લઈ ગામલોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

SABARKANTHA NEWS

SABARKANTHA NEWS :   મૃતકના નામ

  • જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 30)
  • છાયાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 11)

SABARKANTHA NEWS :   હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ

  • શિલ્પાબેન વિપુલભાઈ વણઝારા (ઉંમર વર્ષ 11)
  • ભૂમિકાબેન જીતુભાઇ વણઝારા (ઉંમર વર્ષ 09)

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો