covid vaccination certificate : ભારે વિવાદ બાદ કોવીડ વેક્સીનેશનના સર્ટીફીકેટ પરથી PM મોદીનો ફોટો હટાવાયો, જાણો અસલી કારણ  

0
269
covid vaccination certificate
covid vaccination certificate

covid vaccination certificate : ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિનના સર્ટિફિકેટમાં મોટા ફેરફારો કર્યા છે. સરકારે કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે. આ પહેલાં તેમની તસવીરને ખાસ જગ્યા આપવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું – ‘સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે.’ કેટલાક લોકોનો દાવો છે કે વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં તેની આડઅસરોનો સ્વીકાર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.

covid vaccination certificate

કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર તરીકે થ્રોમ્બોસિસ સાથે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નોંધાયા પછી લોકો CoWin એપ્લિકેશન પર તેમના વેક્સિનેશનની માહિતી તપાસી રહ્યા છે. આ દરમિયાન તેમને ત્યાં પીએમ મોદીની તસવીર જોવા મળી ન હતી.  

covid vaccination certificate : શું કહ્યું સ્વાસ્થ્ય મંત્રાલયે ?

covid vaccination certificate

covid vaccination certificate : આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ મંગળવારે ThePrintને જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલ આદર્શ આચારસંહિતાના અમલને કારણે વેક્સિનના સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે જ્યારે કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવામાં આવ્યો હોય.

covid vaccination certificate : આ પહેલાં વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. ચૂંટણીપંચના આદેશ પર આ પગલું લેવામાં આવ્યું છે.

covid vaccination certificate : વેક્સીનથી થઇ શકે છે મોટી સાઈડ ઈફેક્ટ

covid vaccination certificate

covid vaccination certificate : કોરોનાની દવાઓ બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ UK હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ -19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (TTS) જેવી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો