સાબરકાંઠા જીલ્લામાથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૮ કે જ્યા ખાડારાજ જોવા મળી રહ્યુ છે અને રસ્તાઓ પર ધુળ ની ડમરીઓ ઉડતા વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે… જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સહકારી જીન અને મોતીપુરા પાસે પુલન કામ પુર્ણ ન થતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જલ્દી કામ પુર્ણ થાય તેવી માંગ છે.છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવેનુ ફોરલેનમાંથી સિક્સલેનનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે અમદાવાદથી ઉદેપુરને જોડતો નેશનલ હાઈવે નંબર ૮ કે જ્યા ઠેર ઠેર ખાડા પડી ગયા છે… હિંમતનગર શહેર સહિત આસપાસના ગામડાઓ પરથી હાઈવે પસાર થઈ રહ્યો છે ત્યારે ખખડધજ હાઈવેને લઈને વાહનચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે. મોતીપુરા રોકડી પર વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તો સહકારી જીન ચોકડી પર પણ વારંવાર ટ્રાફિક અને ખાડા વાળા રોડને લઈને વાહન ચાલકો સહિત સ્થાનિકો પરેશાન બન્યા છે.
થોડા મહિના પહેલા કાંકરોલ ગામ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યુ હતુ સહકારી જીન બે કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ સ્થાનિકો અને વેપારીઓ દ્રારા કરવામાં આવ્યુ હતુ અને બે દિવસનુ આશ્વાસન એનએચએઆઈ દ્રારા આપવામાં આવ્યુ હતુ એને પણ કેટલાય મહિનાઓ વિતવા આવ્યા પરંતુ હાઈવે જેસે થે વૈસે ની પરિસ્થિતિ છે…છેલ્લા ચાર વર્ષથી નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા ને લઈને અકસ્માતનુ પ્રમાણ વધી ગયુ છે, તો વાહનોને નુકસાન થઈ રહ્યુ છે આ ઉપરાંત લોકોને શારીરીક નુકસાન પણ થઈ રહ્યુ છે તો સામે ધુળ ઉળતા લોકોના ધંધા રોજગાર પણ બંધ થવાના આરે છે તેવા આક્ષેપ પણ સ્થાનિકો દ્રારા કરવામાં આવી રહ્યા છે… એક બાજુ મસ મોટો ટોલટેક્સ લેવામાં આવી રહ્યો છે અનો રોડની ગુણવત્તા નામે મીંડુ છે…વરસાદ પડે તો જાણે કે હાઈવે પર તળાવ જોવા મળતા હોય છે છતા પણ તંત્ર ના પેટ નુ પાણી હલતુ નથી ત્યારે હવે લોકોએ પણ હાઈવે પર આવીને વિરોધ નોધાવી રહ્યા છે જો થોડા દિવસમાં રોડની ગુણવત્તા સુધરશે નથી તો લારી કલ્લા સહિત હોટલ માલિકો મોતીપુરા અને સહકારી ચોકડી પર સાબરકાંઠા : નેશનલ હાઈવે ઉપર પણ ચક્કાજામ કરશે