Home Health Winter Special Food – 1 : તમને પણ કડવું લાગે છે વસાણું..?...

Winter Special Food – 1 : તમને પણ કડવું લાગે છે વસાણું..? આ રીતે બનાવો મેથીના લાડવા, કયારેય નહીં લાગે કડવા

0
1161
Methi na Ladva
Methi Ladoo - Methi na Ladva

Methi na Ladva : શિયાળો આવતાની સાથે જ લોકો પોતાના હેલ્થ પ્રત્યે સજાગ થઈ જાય છે, અચાનક મોર્નિંગ વોક કરતાં લોકોની સંખ્યા પણ વધી જાય છે, એવામાં કડકડતી ઠંડી હોય કે પછી ફૂલ ગુલાબી ઠંડી, શારીરિક વ્યાયામની સાથે-સાથે શિયાળામાં અનેક હેલ્થી વસાણાં હોય છે જે તમારા શરીરને આખું વર્ષ મજબૂત અને તાકાતવર બનાવવામાં મદદ કરે છે. આજે આપણે મેથીના લાડવા બનાવતા શિખીશું, જેમાં ખાંડ અને સકારના બદલે લાડવામાં ગોળનો ઉપયોગ કરીને બનાવીશું, જેથી જો કોઈને ઘરમાં ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય તો એ લોકો પણ આ લાડવા વિના સંકોચે ખાઈ શકે છે આપણે મેથીના લાડવા એવિ રીતે બનાવીશું કે  લાડવા બિલકુલ પણ કડવા નહી લાગે અને ઘરમાં દરેકને આ ટેસ્ટ પસંદ આવશે અને આ લાડવા ને બનાવીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો અને કેવી રીતે બનાવવા એ જોઈએ.

Methi na Ladva

20 – 25 મિનિટબનાવવાનો સમય
15 લાડવાકુલ લડવા
ચોખ્ખું ઘી400 ગ્રામ
ગોળ300 ગ્રામ
ઘઉંનો કરકરો લોટ100 ગ્રામ
અડદનો લોટ100 ગ્રામ                                                   
મેથીનો લોટ30-40 ગ્રામ
સૂકું છીણેલું ટોપરું100 – 125 ગ્રામ
ઝીણી વાટેલી બદામ3 ચમચી
ઝીણા સમારેલા બદામના ટુકડા3 ચમચી
ખસખસ3 ચમચી
સૂકી દ્રાક્ષ3 ચમચી
સૂંઠ પાઉડર                              3 ચમચી
ગંઠોડાનો પાઉડર1 – 1.5 ચમચી
કાટલું પાવડર1 નાની ચમચી
સફેદ મુસળી નો પાઉડર1 નાની ચમચી
બાવળ નો ગુંદર50 ગ્રામ
મુસળી નો પાઉડર1 નાની ચમચી

આવો જાણીએ મેથીના લાડુ બનાવવાની રીત | Methi na Ladva

  • સૌપ્રથમ  એક જાડા તળિયાવાળી કડાઈમાં થોડું ઘી ગરમ કરવા માટે મૂકો, ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરને તળી લેવો સુંદર તળાય એટલે સરસ રીતે ફૂલી જશે, ગુંદર ફૂલે એટલે એને એક વાસણમાં લઈ લઇશું.

  • કડાઈમાં જે બાકીનું ઘી વધ્યું છે એમાં આપણે ઘઉંનો લોટ નાખીને ધીમા થી મધ્યમ તાપ ઉપર પર બદામી કલરનો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકી લેવો. લોટ ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું એટલે એને સતત હલાવતાં જવું જરૂર લાગે તો એકાદ ચમચી ઘી ઉમેરી રહો. લોટ શેકાઈ જાય એટલે એક વાસણમાં અલગ રખહી લઈશું.

  • કડાઈમાં બીજું થોડું ઘી ઉમેરીશું અને જે રીતે ઘઉંનો લોટ શેક્યો એ જ રીતે આપણે અડદનો લોટ શેકીને તૈયાર કરી લઈશું.  સરસ બદામી કલરનો થાય એટલે જે વાસણમાં આપણે ઘઉંનો લોટ કાઢ્યો હોય એની સાથે જ અડદનો લોટ ઉમેરી લઈશું.

  • છેલ્લે એ જ કડાઈમાં બાકી વધેલુ ઘી ઉમેરી દઈશું, ઘી થોડું ગરમ થાય એટલે તેમાં સમારેલો ગોળ ઉમેરો (પાયો નથી કરવાનો). ફક્ત ઘી અને ગોળ અને સરસ રીતે મિક્સ કરવાનું છે. ગોળ ઓગળી જાય અને મિશ્રણ સરસ જાળીદાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો

  • અગાઉ તૈયાર કરીને રાખેલો લોટ એમાં ઘી-ગોળ મિશ્રણ ઉમેરી દો અને વારંવાર  હલાવો ત્યાર બાદ એમાં ટોપરું , સૂકી દ્રાક્ષ અને કાજુ – બદામ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું.

  • તળીને રાખેલો ગુંદર એક વાટકી ની મદદથી અધકચરો વાટી લો અને તેને લોટના મિશ્રણમાં મિક્સ કરી દો.

  • મિશ્રણ થોડું નવશેકુ ગરમ હોય તે જ સમયે  મેથીના લોટ સિવાયની બાકીની બધી વસ્તુઓ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો, આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી રહેવા દો.

  • મિશ્રણ ઠંડુ થયા બાદ  છેલ્લે તેમાં  મેથીનો લોટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. મેથીના લાડવામાં થોડો કડવો ટેસ્ટ પસંદ હોય તો મિશ્રણ જ્યારે નવશેકુ ગરમ હોય ત્યારે જ મેથીનો લોટ નાખજો તો થોડો કડવો ટેસ્ટ આવશે

  • જો કડવો સ્વાદ પસંદ ન હોય તો – મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું પછી મેથીનો લોટ નાખવો જેથી લાડવા સહેજ પણ કડવા નહિ લાગે મિશ્રણ જો તમને થોડું કોરું લાગે તો આ સમયે એકાદ બે ચમચી ઘી ગરમ કરીને ઉમેરી શકો છો.

  • ત્યારબાદ આ મિશ્રણના મીડિયમ સાઇઝના લાડુ બનાવીને તૈયાર કરીશું. આ સરસ મજાના હેલ્દી મેથીના લાડવા બનીને તૈયાર છે આને ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો

રોજ સવારે નાસ્તામાં તમે એક લાડવો ખાવામાં લો અને પૂરું વર્ષ સ્ફૂર્તિલા રહો.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે