રશિયન પ્રેસિડેન્ટ પુતિનને છે કેન્સર- અમેરિકી અહેવાલમાં ખુલાસાથી ખળભળાટ

0
169

અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના લીક થયેલા દસ્તાવેજોના કારણે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓ ઉંચી નીચી થઈ ગઈ છે. આ દસ્તાવેજોમાં એવો પણ ખુલાસો થયો છે કે, રશિયન રાષ્ટ્રપતિ કોઈ ગંભીર બીમારીથી પિડાઈ રહ્યા છે. સંભવત તેમને કેન્સર થયુ હોવાની ચર્ચા છે અને ગુપ્ત જગ્યાએ તેમની સારવાર ચાલી રહી છે. જોકે પુતિનને કેન્સર હોવાની વાતને કોઈ જાતનુ સમર્થન આ અહેવાલોમાં અપાયુ નથી. બ્રિટિશ અખબારના અહેવાલ પ્રમાણે અમેરિકાના લીક થયેલા દસ્તાવેજોમાં એમ પણ કહેવાયુ છે કે, પુતિનના નિકટના સહયોગીઓ  ચીફ ઓફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવ અને રશિયાની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સચિવ નિકોલાઈ પૈત્રૂશેવ પુતિનને દગો આપવાની યોજના બનાવી ચુકયા છે.