Russian Army : રશિયાએ દોસ્તી નિભાવી, રશિયન સેનામાં સામેલ ભારતીયોને નોકરીમાંથી છુટા કરશે  

0
306
Russian Army
Russian Army

Russian Army :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય રશિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. સુત્રો દ્વારા એવા સમાચાર સામે આવ્યા છે કે  યુક્રેન યુદ્ધ માટે રશિયન સેનામાં સામેલ ભારતીયો હવે સુરક્ષિત ભારત પરત ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોસ્કો પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી ભારતીય સૈનિકો પાછા મોકલવા પર સમજૂતી થઈ ગઈ છે.

Russian Army

Russian Army :   વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર કોરોના બાદ પ્રથમ વખત મોસ્કો ગયા છે. બંને વચ્ચેની આ બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. રશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન સેનામાં કામ કરી રહેલા ભારતીયોના સ્વદેશ પરત આવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીને કહ્યું કે ભારતીયો જલદી જ દેશમાં પરત ફરશે.

Russian Army

Russian Army :  વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં 30 થી 40 ભારતીયો રશિયન આર્મીમાં સેવા આપી રહ્યા છે. અગાઉ ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમના ભારતીય વતન પાછા ફરવા માંગે છે પરંતુ તેમના માટે રશિયન આર્મી છોડીને સ્વદેશ પરત ફરવું શક્ય નથી.

Russian Army :   શું છે સમગ્ર મામલો?

Russian Army

Russian Army :   અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે ભારતીય નાગરિકોને રશિયન સેના સાથે યુક્રેન સામે લડવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. ભારતીયોને છેતરપિંડીથી સરહદ પર સુરક્ષા સહાયક તરીકે કામ કરવા મોકલવામાં આવી રહ્યા છે. એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે એક એજન્ટે માહિતી આપી હતી કે નવેમ્બર 2023થી લગભગ 18 ભારતીયો રશિયા-યુક્રેન બોર્ડર પર ફસાયેલા છે. આ દરમિયાન એક વ્યક્તિનું મોત પણ થયું છે. ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના ઘણા યુવાનો પણ આ યુદ્ધમાં ફસાયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો