RSS ચીફ મોહન ભાગવત ફરી ગુજરાત પ્રવાસે આવશે

0
60

૮થી ૧૨ મે સુધી વડોદરામાં સંઘ શિક્ષા વર્ગમાં હાજર રહેશે ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે, RSS ચીફ મોહન ભાગવત એક વખત ફરી ગુજરાતની મુલાકાતે આવનાર છે. તેઓએ ૮થી ૧૨ મે સુધી વડોદરા ખાતે ચાલી રહેલા RSSના દ્વિતીય વર્ષના સંઘ શિક્ષા વર્ગમાં હાજર રહેશે. આ દરમિયાન તેઓ અહીં વિવિધ વિષયોનું માર્ગદર્શન પણ આપશે. મહત્વનું છે કે, તેઓ તાજેતરમાં અમદાવાદ ખાતે બે મોટા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે યોજાયેલા સંત સંમેલન તેમજ GMDC ગ્રાઉન્ડમાં RSSના સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા હતા અને 15 હજારથી વધુ સ્વયં સેવકોને સંબોધન કર્યું હતું.