Home State Gujarat raju karapda:બોટાદ કડદા કાંડ માં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ...

raju karapda:બોટાદ કડદા કાંડ માં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ 2 ફરિયાદ

0
1249

raju karapda: ર્બોટાદ કડદા કાંડમાં જેલમાં બંધ આપ નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ બે ફરિયાદ નોંધવામાં આવી છે, બંને નેતાઓ પર  સોશિયલ મીડિયા પર વિડીયો મુકવાના આરોપો લાગ્યા છે, શું છે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ ,

raju karapda

raju karapda:  બોટાદ જિલ્લાના કડદા ગામ કાંડમાં નવા વળાંક આવ્યા છે. ખેડૂતોના હિતમાં અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ પહેલેથી જ જેલમાં છે, પરંતુ હવે તેમના વિરુદ્ધ વધુ બે નવી ફરિયાદો નોંધાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

raju karapda:  મળતી માહિતી મુજબ, બોટાદના કડદા કાંડ દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર સામે ખેડૂતોના હકોની માંગણી માટે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત 85 લોકોને વિરુદ્ધ કેસ નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા 38 લોકોની જેલ ટ્રાન્સફર ભાવનગરથી રાજકોટ કરવામાં આવી હતી, જ્યારે બાકીના ખેડૂતોને અમરેલી જેલમાં ખસેડવામાં આવ્યા હતા.

raju karapda

તેમ છતાં, હવે જેલમાં રહેલા રાજુ કરપડા અને પ્રવીણ રામ પર નવા આરોપો ઉમેરાયા છે. જેલમાં હોવા છતાં બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિડીયો અપલોડ કરવામાં આવ્યા હતા. આ વિડીયો દ્વારા તેઓએ લોકોમાં અસંતોષ ફેલાવવાનો અને તંત્ર વિરુદ્ધ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.

raju karapda

raju karapda:  ભાવનગર જિલ્લા જેલ તંત્રએ આ મામલે તપાસ હાથ ધરી

raju karapda:  ભાવનગર જિલ્લા જેલ તંત્રએ આ મામલે તપાસ હાથ ધરી છે અને વિડીયો પોસ્ટ કરવા પાછળ કોનો હાથ છે તે શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. જેલ નિયમો મુજબ, કોઈપણ કેદીને મોબાઇલ ફોન કે સોશિયલ મીડિયા ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ સંજોગોમાં આ વિડીયો કેવી રીતે પોસ્ટ થયો તે એક મોટો સવાલ બની રહ્યો છે.

જેલ અધિકારીઓએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં કેટલાક ટેકનિકલ પાસાઓ સામે આવ્યા છે, જેની પુષ્ટિ માટે સાયબર ક્રાઈમ વિભાગની મદદ લેવામાં આવશે. જો સાબિત થશે કે વિડીયો જેલમાંથી જ પોસ્ટ કરવામાં આવ્યો છે, તો બંને નેતાઓ વિરુદ્ધ વધુ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

raju karapda

આ કેસ પછી રાજકીય ગરમાવો પણ વધ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દાવો કર્યો છે કે સરકાર ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવનાર નેતાઓને દબાવવા માટે સતત નવા કેસો ખોલી રહી છે. બીજી તરફ તંત્રનો દાવો છે કે કાયદાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.

raju karapda:  આ સમગ્ર ઘટના બાદ બોટાદ અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હવે જોવાનું રહ્યું કે જેલમાં રહેલા નેતાઓ પર દાખલ થયેલી નવી ફરિયાદો પછી શું નવું વળાંક આવે છે અને તપાસમાં કઈ નવી વિગતો બહાર આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો :womaninblue : ભારતની મહિલા ક્રિકેટ ટીમે 1 વાર ઈતિહાસ સર્જ્યો , જે રોહિત શર્મા ના કરી શક્યો તે હરમન પ્રીતે કરી બતાવ્યું

#rajukarpada#parvinram#aamadamiparty

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે