RRvsLSG : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થશે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે. મેચમાં સંજુ સેમસનની કેપ્ટન્સીવાળી રાજસ્થાનની ટીમ કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સ સાથે ટકરાશે. દરેકની નજર ઈજા બાદ પરત ફરી રહેલા કેએલ રાહુલ પર ટકેલી છે.
RRvsLSG : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સ 24 માર્ચ રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ટકરાશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે જોરદાર જંગ ખેલાશે.
RRvsLSG : લખનઉ સુપર જાયન્ટ્સમાં કેએલ રાહુલની વાપસી
RRvsLSG : બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા માંગે છે. લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યો છે. જેથી કેએલ રાહુલ પર બધાની નજર રહેશે. તેના નેતૃત્વમાં લખનૌની ટીમ છેલ્લી બે સિઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. જો કે, છેલ્લી સિઝનમાં તે અડધી સિઝન પછી ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ ટીમ કૃણાલ પંડ્યાની કપ્તાનીમાં રમી હતી. રાહુલ આઈપીએલના પ્રારંભિક તબક્કામાં બેટ્સમેન તરીકે રમી શકે છે,
RRvsLSG : રાજસ્થાનની ટીમ પણ મજબુત
બીજી બાજુ રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો ટીમ 2022માં ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તે ગુજરાત ટાઇટન્સ સામે હારી ગઇ હતી. ગત સિઝનમાં પણ તેણે શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ અંતે તે પાંચમા સ્થાને રહી હતી.
RRvsLSG : રોયલ્સની બેટિંગ ખૂબ જ મજબૂત છે જેમાં કેપ્ટન સેમસન ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર પણ શાનદાર ફોર્મમાં છે. ટીમ પાસે ધ્રુવ જુરેલ સારો ફિનિશર છે જેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સેમસન વેસ્ટ ઈન્ડિઝના શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલને ટીમમાં રાખીને મિડલ ઓર્ડરને મજબૂત કરવાનો પ્રયાસ કરી શકે છે.
RRvsLSG : લખનૌ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સનો હાથ ઉપર છે
આઈપીએલમાં અત્યાર સુધીમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કુલ 3 મેચ અત્યાર સુધી રમાઈ છે. જેમાં લખનૌ સામે રાજસ્થાનનો હાથ ઉપર રહ્યો છે. રાજસ્થાને 3માંથી 2 મેચ જીતી હતી. IPL 2022માં બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી, જેમાં લખનૌ બંને મેચ હારી ગયું હતું. ગત સિઝનમાં બંને ટીમો વચ્ચે 1 મેચ રમાઈ હતી અને LSGએ આ મેચ 10 વિકેટથી જીતી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો