RR vs PKBS :  આજે રાજસ્થાન અને પંજાબની ટીમ વચ્ચે મુકાબલો, બને ટીમો જીત માટે ફેવરીટ  

0
362
RR vs PKBS
RR vs PKBS

RR vs PKBS :  IPL 2024ની 27મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે, જે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રાજસ્થાન રોયલ્સનો સતત ચાર જીત બાદ છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો.  ત્યારે આજે મુલ્લાનપુરમાં પંજાબ કિગ્સ બે હાર બાદ જીતના પાટા પર પાછા ફરવા માંગશે, જ્યારે રાજસ્થાન જીત સાથે ટોચ પર તેની સ્થિતિ મજબૂત કરવા માંગશે.

RR vs PKBS

RR vs PKBS :  પંજાબ કિંગ્સના શશાંક સિંહ અને આશુતોષ શર્માએ છેલ્લી બે મેચમાં શાનદાર બેટિંગ કરી છે. પંજાબ કિંગ્સમાં, સેમ કુરન, રબાડા, અર્શદીપ સિંહ અને રાહુલ ચહર કોઈપણ ટીમને ધૂળ ચટાડવા સક્ષમ છે. અને જો રાજસ્થાન રોયલ્સ ટીમની વાત કરીએ તો બટલર, યશસ્વી, સંજુ સેમસન અને રેયાન પરાગના બેટથી સતત રન બની રહ્યા છે. ટ્રેન્ટ બોલ્ટ, કુલદીપ સેન અને યુઝવેન્દ્ર ચહલની ઘાતક બોલિંગ ટીમને ફાયદો થયો છે. અનુભવી અશ્વિન ટીમને તાકાત પૂરી પાડે છે.

RR vs PKBS :  શું છે આજનો પીચ રિપોર્ટ

RR vs PKBS

RR vs PKBS :  પંજાબ અને રાજસ્થાન વચ્ચેની આ મેચ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. અહીંની પીચ બેટ્સમેનો માટે યોગ્ય છે. આ સાથે બીજી ઇનિંગ્સમાં પણ બેટિંગ કરવી સરળ છે. નવો બોલ આ મેદાન પર શરૂઆતમાં ઝડપી બોલરોને પણ મદદ કરે છે. આ સિઝનમાં અહીં બે મેચ રમાઈ છે, જેમાં ફાસ્ટ બોલરોએ 23 વિકેટ ઝડપી છે.

RR vs PKBS :  હેડ ટૂ હેડ મુકાબલો

RR vs PKBS

RR vs PKBS :   IPLના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો 26 વખત આમને-સામને આવી છે.  જેમાં રાજસ્થાને વધુ વખત જીત મેળવી છે. 26 મેચોમાં રાજસ્થાને 15 મેચ જીતી છે જ્યારે પંજાબે 11 મેચ જીતી છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો