RR vs MI : IPL 2024ની 14મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ મુંબઈના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમ વર્તમાન સિઝનમાં પ્રથમ વખત ઘરઆંગણે રમશે. MI વર્તમાન સિઝનમાં તેની પ્રથમ જીતની શોધમાં છે. પ્રથમ મેચમાં મુંબઈને ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે MIને 31 રનથી હરાવ્યું હતું. સતત બે હાર બાદ હાર્દિકની કેપ્ટનશિપ પર સવાલો ઉભા થવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આજે હાર્દિકની રાજસ્થાન રોયલ્સ સામે અગ્નિપરીક્ષા થવાની છે.
RR vs MI : જીતની હેટ્રિક લગાવવા પર RRની નજર
બીજી તરફ સંજુ સેમસનન નેતૃત્વ હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ જીતની હેટ્રિક ફટકારવા મેદાનમાં ઉતરશે. RRએ લખનઉ સુપર જાયન્ટ્સને 20 રને અને દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું હતું. RRનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આજની મેચમાં ખાસ બેવડી સદી ફટકારશે. અશ્વિન તેની 200મી IPL મેચ રમવા મેદાનમાં ઉતરશે.
RR vs MI : હેડ ટુ હેડ
મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સના હેડ ટુ હેડની વાત કરીએ તો બંને ટીમો કુલ 28 વખત એકબીજાનો સામનો કરી ચૂકી છે. આ દરમિયાન મુંબઈએ 15 મેચ અને રાજસ્થાને 12 મેચ જીતી હતી. એક મેચ અનિર્ણિત રહી હતી.
RR vs MI : રાજસ્થાને અત્યાર સુધીની બંને મેચ જીતી છે
બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાં મુંબઈની ટીમ 4 જીત નોંધાવવામાં સફળ રહી છે, પરંતુ સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે તેની બંને મેચ જીતી છે અને આ સમયગાળા દરમિયાન તેના મોટાભાગના ખેલાડીઓનું પ્રદર્શન સારું રહ્યું છે. રોહિત મોટી ઇનિંગ્સ રમવા માટે બેતાબ હશે પરંતુ મુંબઈની ટીમ મેદાન પર પંડ્યા પાસેથી વધુ સારા નિર્ણયોની અપેક્ષા રાખશે. પંડ્યાએ હજુ સુધી ફાસ્ટ બોલર બુમરાહનો વધુ સારી રીતે ઉપયોગ કર્યો નથી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો