Nitin Gadkari : આજથી 15 વર્ષ પહેલા કોઈને કહો કે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો ચાલશે તો કોઈ માનવા તૈયાર નહોતું,, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે, લોકો મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક ગાડીઓ ખરીદવા લાગ્યા છે, આજે રસ્તા પર આરામથી તમે ઇલેક્ટ્રિક ગાડીઓ જોઈ શકો છો, ત્યારે આ પાછળનો સંપૂર્ણ શ્રેય ભારતના માર્ગ અને વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને જાય છે, ત્યારે હવે મંત્રીજીએ સમાચાર એન્જંસીને ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું છે કે એ સમય હવે દુર નથી જયારે દેશમાં પેટ્રોલ-ડીઝલની ગાડીઓ નાબુદ થઇ જશે.
Nitin Gadkari : પેટ્રોલ ડીઝલના બોજામાંથી દેશને મુક્ત જોવા માંગું છુ : ગડકરી
Nitin Gadkari : ભારતને હરિયાળી અર્થવ્યવસ્થા બનાવવાની મહત્વાકાંક્ષાના ભાગરૂપે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હાઇબ્રિડ વાહનો પરનો GST ઘટાડવા માંગે છે અને દેશને 36 કરોડથી વધુ પેટ્રોલ અને ડીઝલ વાહનોથી સંપૂર્ણપણે મુક્ત કરવા માંગે છે. સમાચાર એજન્સી PTIને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારત માટે પેટ્રોલ અને ડીઝલ કારમાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો શક્ય છે કે કેમ તે અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી ગડકરીએ જવાબ આપ્યો હતો કે 100 ટકા શક્ય છે. અને મારું આ સ્વપ્નું પણ છે કે ભારત આત્મનિર્ભર બને, હું વિદેશથી આયાત કરવામાં આવતા પેટ્રોલ ડીઝલના બોજામાંથી દેશને મુક્ત જોવા માંગું છુ. જોકે તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી.
Nitin Gadkari : ઈંધણની આયાત પર વર્ષે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે કરે છે ભારત
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત ઈંધણની આયાત પર વર્ષે 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. આ નાણાંનો ઉપયોગ સરકાર ખેડૂતોના જીવનને સુધારવા માટે કરી શકે છે. આ પૈસાથી ગામડાઓ સમૃદ્ધ થશે અને યુવાનોને રોજગાર મળશે. માટે આપણે આ દિશામાં ઝડપથી કામ કરવું પડશે. જોકે ગડકરીએ આ મહત્વાકાંક્ષી લક્ષ્ય હાંસલ કરવા માટે કોઈ સમયરેખા આપી ન હતી,
Nitin Gadkari : આ મહત્વાકાંક્ષી લક્ષ્યને હાંસિલ કરવા સરકાર શું પગલા લઇ રહી છે તે અંગેના સવાલના જવાબમાં મંત્રી ગડકરીજીએ કહ્યું કે હાઇબ્રિડ વાહનો પર જીએસટી ઘટાડીને પાંચ ટકા અને ફ્લેક્સ એન્જિન પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો છે, જે આ માંગ પર વિચાર કરી રહ્યું છે. મંત્રીજીએ કહ્યું કે તેઓ દ્રઢપણે માને છે કે દેશ બાયોફ્યુઅલના ઉપયોગને પ્રોત્સાહન આપીને ઈંધણની આયાતને દૂર કરી શકે છે.
Nitin Gadkari : તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી ; ગડકરી
ગડકરીએ કહ્યું કે તેઓ 2004થી વૈકલ્પિક ઈંધણ પર ભાર આપી રહ્યા છે. અને તેમને વિશ્વાસ છે કે આવનારા પાંચથી સાત વર્ષમાં વસ્તુઓ બદલાશે. હું તમને આ ફેરફાર માટે કોઈ તારીખ અને વર્ષ કહી શકતો નથી કારણ કે તે ખૂબ જ મુશ્કેલ છે. જોકે તે મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. જે ગતિએ ઈલેક્ટ્રિક વાહનોની શરૂઆત થઈ રહી છે, આવનાર યુગ વૈકલ્પિક અને બાયો-ઈંધણનો હશે અને આ સ્વપ્ન સાકાર થશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો