અમદાવાદના રીક્ષા ચાલકોને નથી કાયદાની બીક

0
172

નિયમોનો ભંગ કરતા રીક્ષા ચાલકોનો ત્રાસ

અમદાવાદમાં રીક્ષા ચાલકોનો ત્રાસ વધતો જાય છે . કેપેસીટી કરતા વધુ મુસાફરો બેસાડવાની વાત હોય કે બેફામ સ્પીડમાં રીક્ષા ચલાવવાની . પરંતુ સવાલ એ થાય છેકે આ ચાલકોને કાયદાની બીક નથી ? અથવા કોની રહેમ નજર બેફામ થયા છે આ રીક્ષા ચાલકો. અનેક વખત અકસ્માતનો ભોગ બનતા મુસાફરો વારંવાર તંત્રને ફરિયાદ પણ કરી ચુક્યા છે અને ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનનું જાણે સુરસુરિયું થયું હોય તેવા દ્રશ્યો શહેરના મુખ્ય રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે.

એસ.જી હાઇવે હોય કે અન્ય ટ્રાફિક વાળા માર્ગ પરંતુ રીક્ષા ચાલકોને નથી RTO નો ડર કે ટ્રાફિક પોલીસનો . ક્યારેક મુસાફરો પાસેથી મર્યાદા કરવા વધુ પેસેન્જર ભર્યા હોય તો પણ સહેલાઈથી પોલીસની નજર સામેથી પસાર થતા દ્રશ્યો હજારો નાગરિકોની સામે જોવા મળે છે પરંતુ ક્યાય પણ તંત્રના પેટનું પાણી હલતું નથી.

અમદાવાદનો રીક્ષા વાળાની ઓળખ જાણે નવી પેઢીના રીક્ષા ચાલકો ભુલાવી દેશે તેવું લાગી રહ્યું છે.

વધુ માહિતી માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ