ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે નવા મંત્રાલયનું ઉદ્ઘાટન કર્યું

0
42

36મા ગોવાના રાજ્ય સ્થાપના દિવસ અંતર્ગત ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે નવા મંત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. આગામી 50 વર્ષ માટે રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ‘મંત્રાલય’ બિલ્ડિંગને આધુનિક કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રાજ્યની રાજધાની પણજીથી ત્રણ કિલોમીટર દૂર પોર્વોરિમ ખાતે હાલની મિનિસ્ટ્રીયલ બ્લોક બિલ્ડિંગનું નવીનીકરણ કર્યું છે. મંત્રાલયની ઇમારતમાં મુખ્યમંત્રી કાર્યાલય, કેબિનેટ મંત્રીઓ માટે કેબિન અને કોન્ફરન્સ રૂમ પણ ચાલુ રહેશે.

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કહ્યું. કે ઇમારતનો આંતરિક ભાગ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે, જેને ભગવાન પરશુરામ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન ગણપતિ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની મૂર્તિઓ પણ આ ઇમારતના આંતરિક ભાગમાં છે.

સીએમ સાવંતે કહ્યું કે “હું દરેકને ગોવા રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું. આપણી સરકાર આપણી સંસ્કૃતિની ઓળખ જાળવી રાખવા માટે સતત કામ કરી રહી છે. આ વખતે, સંસ્કૃતિને પ્રતિબિંબિત કરવા માટે મંત્રાલયમાં કામ કરવામાં આવ્યું છે

અહી ઉલ્લેખનીય છેકે ગોવા રાજ્ય દેશ અને દુનિયામાં પ્રવાસન સ્થળ અને તેના મનમોહક બીચ માટે જાણીતું છે અને વેકેશન દરમિયાન ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહી ઉમટી પડતા હોય છે. પ્રવાસન આ રાજ્યનો આર્થીક મુખ્ય આધાર છે આ ઉપરાંત દરિયાઈ ખેતી પણ અહીના સ્થાનિકો કરી રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.