RICH DAD POOR DAD : 1 બિલિયન ડૉલરથી વધુનું દેવું હોવા છતાં કિયોસાકીનો દાવો કે આ તેમની સમસ્યા નથી.
સામાન્ય રીતે, આપણી ટ્રેડિશનલ સોસાયટીમાં દેવાને ખરાબ માનવામાં આવે છે અને જો તે ખૂબ જ જરૂરી ન હોય તો લોકો લોન લેવાનું ટાળે છે, પરંતુ પ્રખ્યાત લેખક રોબર્ટ કિયોસાકી એવું માનતા નથી. પ્રખ્યાત પુસ્તક RICH DAD POOR DAD અને એન્ટરપ્રેન્યોર લેખક રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેમના પર એક અબજ ડોલરથી વધુનું દેવું છે, પરંતુ તે તેનાથી બિલકુલ પરેશાન નથી, બલ્કે તેમણે આ દેવુંમાંથી કમાણી કરી છે.
વિશ્વ પ્રસિદ્ધ અને બેસ્ટ સેલર પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ વિશે ઘણા લોકોએ સાંભળ્યું જ હશે. આ પુસ્તક વિશે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જો તમારે અમીર બનવું હોય તો તમારે પહેલા આ પુસ્તક વાંચવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તકના લેખક અને અમેરિકન બિઝનેસમેન રોબર્ટ કિયોસાકીએ તાજેતરમાં કહ્યું કે તેમના પર 1 અબજ ડોલરથી વધુનું દેવું છે. જોકે કિયોસાકી દાવો કરે છે કે આ તેમની સમસ્યા નથી.
એક ઇન્સ્ટાગ્રામ રીલમાં, કિયોસાકીએ તેની દેવાની ફિલોસોફી વિશે વાત કરી અને સંપત્તિ અને જવાબદારીઓ વચ્ચેનો તફાવત સમજાવ્યો. તેમણે કહ્યું કે ઘણા લોકો દેવાનો ઉપયોગ લાયબિલીટીઝ ખરીદવા માટે કરે છે પરંતુ તેઓ સંપત્તિ ખરીદે છે. તેમણે કહ્યું કે તેમની ફેરારી અને રોલ્સ રોયસ જેવી લક્ઝરી કાર સંપૂર્ણપણે લોન પર ખરીદી હતી.
રોબર્ટ કિયોસાકીએ જણાવ્યું કે દેવાથી પૈસા કેવી રીતે બને છે
પોડકાસ્ટમાં, રોબર્ટ કિયોસાકીએ દેવું સંબંધિત તેમની ફિલસૂફી સમજાવી, તેઓ કહે છે સંપત્તિ અને જવાબદારીઓ વચ્ચે મોટો તફાવત છે અને જે વ્યક્તિ આ તફાવતને સમજે છે તે જ પૈસા કમાવવાનું શીખે છે. ઉદાહરણ આપતા કિયોસાકીએ કહે છે કે જો તે લોન લઈને ફેરારી અથવા રોલ્સ રોયસ જેવી મોંઘી કાર ખરીદે છે તો તે ખોટું છે. કારણ કે આ જવાબદારીઓ છે અને સમય જતાં તેનું મૂલ્ય ઘટતું જાય છે. નોંધનીય છે કે સંપત્તિ અથવા મિલકતોમાં રોકાણ એવી વસ્તુઓ છે જે ભવિષ્યમાં નાણાકીય લાભ આપે છે. જવાબદારીઓ એટલે કે લાયાબિલીટીઝ એવી વસ્તુઓ છે જે ભવિષ્યમાં તમારા ખિસ્સા પર બોજ બની જશે. કિયોસ્કી જણાવે છે કે, મોંઘી કાર જવાબદારીઓ છે અને રિયલ એસ્ટેટમાં રોકાણ એ સંપત્તિ છે.
સોના-ચાંદીમાં કરે છે બચત
કિયોસાકી વીડિયોમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો કરે છે. કિયોસાકી સમજાવે છે કે તે રોકડ બચાવતા નથી પરંતુ તેના બદલે સોના અને ચાંદીમાં બચત કરે છે. કિયોસાકી કહે છે કે મારા પર બિલિયન ડૉલરનું દેવું છે કારણ કે દેવું પૈસા છે. તેમણે કહ્યું કે સારું દેવું પૈસા બનાવે છે અને ખરાબ દેવું તમારી કમાણી ઘટાડે છે. તેમણે કહ્યું કે લોકોએ લોન લેવી જોઈએ અને રોકાણ કરવું જોઈએ, ખાસ કરીને રિયલ એસ્ટેટમાં.
“દેવું એ પૈસા છે” : RICH DAD POOR DAD ના લેખક
વીડિયોમાં કિયોસાકી ખુલ્લેઆમ પોતાનું દેવું સ્વીકારે છે. તેમણે પોડકાસ્ટમાં કહ્યું કે મારા પર 1.2 બિલિયન ડોલરનું દેવું છે કારણ કે દેવું પૈસા છે. કિયોસાકીએ સારા દેવા અને ખરાબ દેવા વચ્ચેનો તફાવત પણ જણાવ્યો છે. તેમણે શેર કર્યું કે સારા દેવાથી તેમને વેલ્થ જનરેટ કરવામાં મદદ મળી છે. તેમણે એમ પણ કહ્યું કે લોકોએ રોકાણ માટે લોન લેવી જોઈએ, ખાસ કરીને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે.
RICH DAD POOR DAD : રિચ ડેડ પુઅર ડૅડની 4 કરોડથી વધુ નકલો વેચાઈ છે
‘રિચ ડેડ પુઅર ડેડ’ (Rich Dad Poor Dad) પુસ્તકની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે વર્ષ 1997માં લખાયેલી આ પુસ્તકની હજુ પણ માગ છે. આ પુસ્તક 100 થી વધુ દેશોમાં 50 થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. જેની અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો