મરાઠા આરક્ષણને લઈને ફરી આંદોલનની ચીમકી

0
47
મરાઠા આરક્ષણને લઈને ફરી આંદોલનની ચીમકી
મરાઠા આરક્ષણને લઈને ફરી આંદોલનની ચીમકી

મરાઠા આરક્ષણને લઈને એક પ્રેસ કોન્ફરન્સમાં જરાંગેએ કહ્યું કે જ્યાં સુધી અનામતની માંગ પૂરી ન થાય ત્યાં સુધી મરાઠા સમુદાય સાંસદો અને ધારાસભ્યોને મહારાષ્ટ્રના ગામડાઓમાં પ્રવેશવા દેશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે રાજકીય નેતાઓને રાજ્યભરના ગામડાઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.તમને જણાવી દઈએ કે જરાંગે આ વર્ષે સપ્ટેમ્બરમાં આ ગામમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા અને માંગ કરી હતી કે મરાઠાઓને ઓબીસી કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત આપવામાં આવે. તેઓએ સરકારને ક્વોટા આપવા માટે 24 ઓક્ટોબર સુધી 40 દિવસનું અલ્ટીમેટમ આપીને પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હતો.જારંગેએ કહ્યું, “જો મહારાષ્ટ્ર સરકાર 24 ઓક્ટોબર સુધીમાં મરાઠા સમુદાયને અનામત આપવાનો નિર્ણય લેવામાં નિષ્ફળ જશે તો હું આમરણાંત ઉપવાસ પર જઈશ. સ્થાનિક લોકો અને અન્ય ગામોના લોકો પણ આવો જ વિરોધ શરૂ કરશે.” આગામી દિવસોમાં તમામ ગામડાઓ અચોક્કસ મુદતની ભૂખ હડતાળમાં જોડાશે તેમ જણાવ્યું હતું. તેમણે મરાઠાઓને અનામતની માંગને સમર્થન આપવા માટે કેન્ડલ માર્ચ કાઢવાની પણ અપીલ કરી હતી.તેમણે કહ્યું, “આ શાંતિથી લડવામાં આવી રહેલા યુદ્ધ જેવું છે. હું 28 ઓક્ટોબરે નવી દિશાઓ જાહેર કરીશ. હું લોકોને જે દિશા બતાવીશ તે સરકાર સહન કરી શકે નહીં.” જરાંગે કહ્યું કે તે ઉપવાસ દરમિયાન પાણી અને તબીબી સહાય લેવાનું પણ ટાળશે.તેમણે કહ્યું કે 25 ઓક્ટોબરથી શ્રેણીબદ્ધ ભૂખ હડતાળ શરૂ કરવામાં આવશે જે 28 ઓક્ટોબરથી સંપૂર્ણ ભૂખ હડતાળમાં ફેરવાઈ જશે. જારંગેએ કહ્યું કે મરાઠા સમુદાય મહારાષ્ટ્રના દરેક તાલુકા અને ગામમાં કેન્ડલ માર્ચનું આયોજન કરશે, અહિંસક વિરોધ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકશે. 5 કરોડ મરાઠા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે.મરાઠા આરક્ષણને લઈને આંદોલનના મંડાણ છે ત્યારે શિન્દે સરકારની ચિંતામાં વધારો થયો છે.

વાંચો અહી મોહમ્મદ શમીએ તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.