Reservation : બિહારની નીતીશ કુમારની સરકારને પટના હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે, બિહારની જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ બિહારમાં અનામતની ટકાવારી વધારવામાં આવી હતી. પટના હાઈકોર્ટે મુખ્યમંત્રી નીતિશ કુમારની તત્કાલીન મહાગઠબંધન સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.
Reservation : રાજ્યની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારે બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. વચ્ચે બનેલી મહાગઠબંધન સરકાર દરમિયાન વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થયું હતું. મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પણ મહાગઠબંધન સરકારના વડા હતા. મહાગઠબંધન સરકારે જાતિની વસ્તી ગણતરીના ડેટાના આધારે રાજ્યમાં અનામતની ટકાવારી વધારીને 65 કરી હતી. લોકસભા ચૂંટણી 2024માં મહાગઠબંધનની મુખ્ય પાર્ટી રાષ્ટ્રીય જનતા દળે પણ આ અનામતનો શ્રેય લીધો હતો. અનામતની ટકાવારી વધારવી એ ખોટું છે એવું કોઈ પક્ષે કહ્યું ન હતું. પરંતુ હવે, પટના હાઈકોર્ટે અનામતની ટકાવારી વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે.
Reservation : નીતિશ સરકારને મોટો ઝટકો લાગ્યો છે
Reservation : કોર્ટના આ નિર્ણયને નીતિશ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગુરુવારે સુનાવણી દરમિયાન પટના હાઈકોર્ટે અનુસૂચિત જાતિ, જનજાતિ, અત્યંત પછાત અને અન્ય પછાત વર્ગોને 65 અનામત આપતો બિહાર સરકારનો કાયદો રદ કરી દીધો છે. પટના હાઈકોર્ટે તેને ગેરબંધારણીય જાહેર કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે અનુસૂચિત જાતિ, જનજાતિ, અતિ પછાત અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 65% અનામત નહીં મળે. 50 ટકા અનામતની જૂની સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
Reservation : બિહારમાં વસ્તી અને નોકરીનો હિસ્સો કેટલો છે?
વર્ગ | વસ્તી (ટકાવારીમાં) | સરકારી નોકરી |
જનરલ | 15 % | 6,41,281 સરકારી નોકરી |
ઓબીસી | 63 % | 6,21,481 સરકારી નોકરી |
એસસી વર્ગ | 19% | 2,91,004 સરકારી નોકરી |
એસટી વર્ગ | 1.68 % | 30 હજાર 164 સરકારી નોકરી |
Reservation : હવે કોને કેટલું અનામત મળે છે?
હાલમાં દેશમાં 49.5% અનામત છે. OBC ને 27%, SC ને 15% અને ST ને 7.5% અનામત મળે છે. આ સિવાય આર્થિક રીતે પછાત જનરલ કેટેગરીના લોકોને પણ 10% અનામત મળે છે તે મુજબ, અનામતની મર્યાદા 50% વટાવી ગઈ છે. જો કે, નવેમ્બર 2022 માં, સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને અનામત આપવાનું યોગ્ય ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ ક્વોટા બંધારણના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડતો નથી, અગાઉ બિહારમાં પણ અનામતની મર્યાદા માત્ર 50% હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો