Republic Day 2024 Live Updates: કર્તવ્ય પથ પરજોવા મળી ભારતની તાકાત

0
156
Republic Day 2024
Republic Day 2024

Republic Day 2024 : દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ અહીં 2 મિનિટ મૌન પાળ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ અને રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે. 13 હજાર ખાસ મહેમાનો પણ આવ્યા છે. આ વખતે ગણતંત્ર દિવસની થીમ ‘વિકસિત ભારત’ અને ભારત – લોકશાહીની માતા (જનની) છે.

Republic Day 2024  પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થઈ અને લગભગ 90 મિનિટ સુધી ચાલી હતી .100 મહિલા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને પરેડની શરુઆત થઈ હતી.

પરેડમાં 1500 મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં લોકનૃત્યો રજૂ કર્યા.   આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓ કર્યું. ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવ કર્યું. કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓ પણ ભાગ લીધો હતો.. BSF, CRPF અને SSBની મહિલા કર્મચારીઓ 350CC રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટંટ કર્યા હતા.

Republic Day 2024 :કર્તવ્ય પથ પર જોવા મળી ભારતની તાકાત

Republic Day 2024  ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો ભાગ લીધો હતો. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો.

Republic Day 2024 વડાપ્રધાનના રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતા 19 બાળકોએ પણ પરેડમાં ભાગ લીધો હતો. તેમને બહાદુરી, કલા-સંસ્કૃતિ, વિજ્ઞાન, સમાજ સેવા, રમતગમત જેવા ક્ષેત્રોમાં તેમના કાર્ય માટે પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

Republic Day 2024  : ભારતીય નૌકાદળની ઝાંખીમાં ‘નારી શક્તિ’ અને ‘આત્મનિર્ભરતા’ દર્શાવવામાં આવી હતી. તેમાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત અને નૌકાદળના જહાજો દિલ્હી, કોલકાતા અને શિવાલિક અને કલવરી કલા્સની સબમરીન પણ દર્શાવવામાં આવી હતી.

ભારતીય સેનાની સૌથી જૂની ભૂમિદળ રેજિમેન્ટ મદ્રાસ રેજિમેન્ટે પણ કૂચ કરી હકી. મદ્રાસ રેજિમેન્ટનું સૂત્ર છે ‘સ્વધર્મે નિધનં શ્રેય’ એટલે કે ‘કર્તવ્ય નિભાવતા મરવું એ ગર્વની વાત છે.

તમે આ પણ વાંચી શકો છો

MACRON INDIA VISIT : જયપુરમાં મેક્રોનનું ભવ્ય સ્વાગત થશે, જાણો 25 અને 26 જાન્યુઆરીએ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ભારતમાં શું કરશે