2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ

1
161
2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ
2024માં BJPને સત્તા પરથી હટાવવી એજ દેશભક્તિ : કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવી અને કેન્દ્રમાં સત્તા પરથી હટાવવી જ સૌથી મોટી દેશભક્તિ છે. દેશના નાગરિકોને ઇન્ડિયા ગઠબંધન બનવાથી મોટી આશા જાગી છે. અને ઇન્ડિયા ગઠબંધન બનવાથી વિપક્ષ એક થતો છે અને તમામનો એક માત્ર એજન્ડા ભાજપને સત્તા પરથી હટાવવો અને ફરી એક વાર જનતાનો વિશ્વાસ કેળવીને શાસન પદ્ધતિમાં જે ભાજપના ફેરફારો છે તેના પર ધ્યાન આપવું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશની જનતાએ વર્ષ 2014 અને વર્ષ 2019માં ભાજપને ઐતિહાસિક બહુમતી આપી હતી. જો ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હોત તો દેશને જબરજસ્ત પ્રગતિના પંથ પર લઇ જઈ શકી હોત પરંતુ એવું બન્યું નથી. આજે દેશનું વાતાવરણ ખરાબ થઇ રહ્યું છે. બધે ઝગડા , ગુંડાગીરી , લાંચ, અને ધર્મના નામે જે અરાજકતા ફેલાઈ છે તેને કારણે જનતા ત્રાહિમામ છે અને હવે ધર્મના નામે ચૂંટણી જીતી શકાશે નહિ તે ભાજપને ખ્યાલ પણ આવી ગયો છે એટલે બીજા મુદ્દાઓ પર ધ્યાન ભટકાવી રહી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વર્ષ 2024માં ભાજપને સત્તા પરથી હટાવવાની જવાબદારી સૌથી મોટી છે અને ઇન્ડિયા ગઠબંધન હવે તે પડકારનો સામનો કરવા તૈયાર છે.

2 66

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે દેશમાં હાલ બેરોજગારી, મોંઘવારી,અને ભ્રષ્ટાચાર ત્રણ મુખ્ય સમસ્યાઓ કુદકે અને ભૂસકે વધી રહી છે અને તે સમસ્યાનો નિકાલ કરવાની જગ્યાએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાને કઈક જુદુ જ ચિત્ર બતાવી રહ્યા છે. દિલ્હીના સીએમ પોતાના મત વિસ્તારમાં આપમ આદમી પાર્ટીના કાર્યકરોને સંબોધિત કરતા કહી રહ્યા હતા કે દેશની જનતાને ઇન્ડિયા ગઠબંધન જે વિપક્ષ દ્વારા બનાવવામાં આવ્યું છે તેનાથી અને તેમાં જોડાયેલા તમામ પક્ષો પર ખુબ મોટી આશા જાગી છે. અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા ગઠબંધન તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીને એક સાથે દેશભરની તમામ લોકસભા સીટો પર ઉમેદવારો ઉભા રાખવા અને સીટોની વહેચણી અંગેના નિર્ણયો લઈને તમામ તૈયાર સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે પહેલા દેશની જનતાને ભાજપ સામે અન્ય વિકલ્પ દેખાતો ન હતો પરંતુ વિપક્ષનું ઇન્ડિયા ગઠબંધન થતા જ મોટી અપેક્ષાઓ અને એક વિકલ્પ પણ મળ્યો છે. અને જનતા કહેવા લાગી છેકે ઇન્ડિયા ગઠબંધનમાં વિપક્ષી દળો એકજુથ રહેશે તો ચોક્કસ અગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા સફળ થશે.

1 COMMENT

Comments are closed.