“મન કી બાત- ૧.૦”ના ગુજરાતી પુસ્તકનું વિમોચન

0
38
"મન કી બાત- ૧.૦"ના ગુજરાતી પુસ્તકનું વિમોચન

Unstoppable India Foundation દ્વારા તૈયાર કરેલ “મન કી બાત- ૧.૦” પુસ્તકનું વિમોચન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ દ્વારા ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે કરવામાં હતું.”મન કી બાત ૧.૦” પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે જણાવ્યું કે, માન. વડાપ્રધાન નરેન્દ્રમોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતાં રહ્યાં છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જોડાઈ રહ્યાં.

વર્ષ 2014 માં પીએ મોદી વડાપ્રધાન બન્યા બાદ તુરંત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કરી, આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે.

વધુમાં Unstoppable India Foundation ના ચેરમેન  મેહુલ મકવાણા એ જણાવ્યું હતું કે, “મન કી બાત 1,0” સ્મૃતિ સંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત 1.0” સ્મૃતિ સંગ્રહ કોઈ પુસ્તક નથી પણ સ્મૃતિઓનો સંગ્રહ છે જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે.

આ પુસ્તક તૈયાર કરવામાં Unstoppable India Foundation ના ચેરમેન શ્રી મેહુલ મકવાણા ને સ્વ. શ્રી જગદીશ ઠક્કર (PRO TO HON. PM) અને શ્રી હિતેષ પંડ્યા (Retd. APRO TO HON.CM, GUJARAT) એ પ્રેરિત અને માર્ગદર્શિત કર્યા છે.

વાંચો અહી આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.