શરદ પવારે NCPના વિભાજન અંગે શું કહ્યું વાંચો અહીં

0
111
Read what Sharad Pawar had to say about NCP split here
Read what Sharad Pawar had to say about NCP split here

શરદ પવારે ભાજપ પર કર્યાં પ્રહાર

 NCP સુપ્રીમો શરદ પવારનું શક્તિપ્રદર્શન

કેટલાક લોકો જાતિ અને ધર્મના નામે તિરાડ ઉભી કરી રહ્યા છે : શરદ પવાર

એનસીપી વડાએ કરાડમાં એનસીપી કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા

NCPનું વિભાજન થતા રાજકારણ ગરમાયું છે.રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી NCPના વડા શરદ પવારે નામ લીધા વિના ભાજપ અને શિન્દે જૂથની શિવસેના પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કેટલાક લોકો જાતિ અને ધર્મના નામે મહારાષ્ટ્ર અને દેશમાં સમાજ વચ્ચે તિરાડ ઉભી કરી રહ્યા છે. આ સાંપ્રદાયિક વિભાજન પેદા કરતી શક્તિઓ સામે લડવાની જરૂર છે. અજિત પવારે શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે. તેમણે NCPમાંથી બળવો કર્યો અને દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે દજોડાયા. અજિત પવાર હવે એનડીએનો હિસ્સો બની ગયા છે. આ સાથે તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે પાંચમી વખત શપથ લીધા છે. હવે એક દિવસ પછી એનસીપી વડાએ કરાડમાં એનસીપી કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કર્યા. કહ્યું કે અમારા કેટલાક લોકો બીજેપીની અન્ય પાર્ટીઓને તોડવાની રણનીતિનો શિકાર બન્યા છે.

શરદ પવારે કહ્યું મહારાષ્ટ્ર અને દેશમાં સાંપ્રદાયિક ભાગલા પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપણે એવા પરિબળો સામે લડવાની જરૂર છે જે લોકોમાં ભય પેદા કરે છે. આપણે દેશમાં લોકશાહીનું રક્ષણ કરવાની જરૂર છે.

ગુરુ પૂર્ણિમાના અવસર પર, શરદ પવારે કરાડમાં તેમના ગુરુ અને મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણના સ્મારકની મુલાકાત લીધી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણ પણ હાજર હતા.શરદ પવાર સોમવારે સવારે પૂણેથી કરાડ માટે રવાના થયા હતા અને રસ્તામાં તેમના સમર્થકોને મળ્યા હતા જેઓ તેમનું સ્વાગત કરવા અને સમર્થન કરવા માટે રસ્તાના કિનારે ઊભા હતા. કરાડમાં હજારો સમર્થકો અને સ્થાનિક NCP ધારાસભ્ય બાલાસાહેબ પાટીલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ