RCBvsRR : આજે IPLનો મહામુકાબલો, એક હાર અને IPL માંથી બહાર, RCB જીત માટે ફેવરીટ   

0
388
RCBvsRR
RCBvsRR

RCBvsRR :  ક્રિકેટમાં ઘણી મેચો એવી હોય છે કે જે શરૂ થયા પહેલા તેને જોવાની ઇચ્છા ફેન્સમાં સૌથી વધુ હોય છે. આજની મેચ પણ કઇંક આવી જ છે. જ્યા એક તરફ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને સામને જોવા મળશે.

RCBvsRR

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એલિમિનેટર મેચ થવાની છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો આમને સામને જોવા મળશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાવાની શરૂ થશે.  

RCBvsRR : હેડ ટુ હેડ રેકોર્ડ્સ

RCBvsRR

IPLમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RR vs RCB) વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે, જેમાં RCBએ 15 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સ 13 મેચ જીતવામાં સફળ રહી છે. જ્યારે 3 મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી. જો જોવામાં આવે તો અત્યાર સુધી બેંગલુરુ રાજસ્થાન પર પ્રભુત્વ ધરાવે છે.

RCBvsRR : નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો પીચ રિપોર્ટ

RCBvsRR

અમદાવાદની પીચ બોલરો માટે મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. અહીં ઘણી મેચો રમાઈ ચૂકી છે, તેથી એવું માનવામાં આવે છે કે ટ્રેક વધુ ધીમો થઈ ગયો હશે. પરંતુ અહીં બેટ્સમેનોએ પણ ઘણા રન બનાવ્યા છે. આ વર્ષે અહીં રમાયેલી IPLની સાત મેચોમાંથી એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે આ પીચ પર 200 પ્લસ રન માત્ર બે વખત જ બન્યા છે. એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગુજરાત ટાઇટન્સ ટીમ અહીં એક વખત માત્ર 89 રનમાં આઉટ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં, જો તમે વિચારી રહ્યા હોવ કે અહીં ફરીથી 200 થી વધુ રન બનાવશે, તો કદાચ એવું નહીં થાય. પરંતુ 180 ની આસપાસ રન બનતા જોઈ શકાય છે.

RCBvsRR :  RCB નો ટર્નિંગ પોઈન્ટ

RCBvsRR


17મી સિઝનમાં RCBની શરૂઆત સૌથી ખરાબ રહી હતી. 21 એપ્રિલ સુધીમાં, ટીમ 8માંથી એક મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને હતી. બોલિંગ કે બેટિંગ બંને ડિપાર્ટમેન્ટમાં ટીમ કંઈ કરી શકી નહોતી. 25 એપ્રિલના રોજ, RCBએ ફરીથી સિઝનના સૌથી મજબૂત બેટિંગ યુનિટ SRHને 35 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદ આ પછી, RCBએ સતત 4 વધુ મેચ જીતી અને 12 પોઈન્ટ સાથે ટોપ-7માં સ્થાન મેળવ્યું. છેલ્લી મેચ 18 મેના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન CSK સામે હતી. ટીમને ક્વોલિફાય થવા માટે 18 રનથી જીતવાની જરૂર હતી, RCBએ તેમના હોમ ગ્રાઉન્ડ પર રોમાંચક મેચ 27 રને જીતી લીધી અને ચોથા નંબર પર રહીને પ્લેઑફમાં જગ્યા બનાવી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો