RBI Office Blast Threat : મંગળવારે 26 ડિસેમ્બરે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઇમેલમાં મુંબઈમાં કુલ 11 સ્થળ પર બોમ્બ રાખ્યા હોવાની માહિતી મોકલવામાં આવી હતી. સમગ્ર ઘટના મામલે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ધમકી આપનાર આરોપીની વડોદરાથી ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ ચાલુ છે. સુત્રોનું માનીએ તો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી 3 લોકોની અટકાયત કરી છે,

RBI Office Blast Threat નો વડોદરાથી આરોપી ઝડપાયો
મંગળવારે RBI ઓફિસને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર મેઈલ મોકલનારી વ્યક્તિએ પોતાને ખિલાફત ઈન્ડિયા ગ્રુપનો સભ્ય ગણાવ્યો છે. ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંક સહિત 11 સ્થળે બોમ્બ રાખ્યા હતા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની વડોદરાથી ધરપકડ કરી લીધી છે અને હાલ તેની પૂછપરછ શરૂ છે.
RBI Office Blast Threat : RBI ગવર્નર અને કેન્દ્રીય નાણામંત્રી રાજીનામાની માગ કરી

આરોપીએ ધમકીભર્યા ઈમેલના માધ્યમથી RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનાં રાજીનામાંની માગ કરી હતી. ઈમેલમાં લખ્યું હતું કે ‘અમે મુંબઈમાં વિવિધ સ્થળોએ 11 બોમ્બ પ્લાન્ટ કર્યા છે, RBIએ ખાનગી ક્ષેત્રની બેંકો સાથે મળીને ભારતના ઈતિહાસમાં સૌથી મોટું કૌભાંડ કર્યું છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેટલાક ટોચના બેંકિંગ અધિકારીઓ અને ભારતના કેટલાક પ્રખ્યાત મંત્રીઓ આ કૌભાંડમાં સામેલ છે, અમારી પાસે આના પૂરતા નક્કર પુરાવા છે.
અમે માગ કરીએ છીએ કે આરબીઆઈ ગવર્નર અને નાણામંત્રી બંને તરત જ તેમના હોદ્દા પરથી રાજીનામાં આપે અને કૌભાંડના સંપૂર્ણ ખુલાસા સાથે એક પ્રેસ નિવેદન બહાર પાડે. અમે એવી પણ માગણી કરીએ છીએ કે સરકાર તેમને અને એમાં સંડોવાયેલા તમામને સજા કરે.’

RBI Office Blast Threat : નવેમ્બરમાં મુંબઈ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી
નોંધનીય છે કે મુંબઈમાં બે મહિનામાં બોમ્બવિસ્ફોટનો આ બીજી ધમકીનો મેલ છે. આ પહેલાં 23 નવેમ્બરે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 પર બોમ્બની ધમકી મળી હતી. આ ઈમેલમાં 48 કલાકની અંદર 10 લાખ ડોલર બિટકોઇન આપવાની માગ કરવામાં આવી હતી.
તમે આ પણ વાંચી શકો છો
Corona gujrat 1st : કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાના સમાચાર