500ની નોટો ગુમ થવા અંગે RBIનો ખુલાસો

0
239

500ની કરોડો નોટો ગુમ થવા અંગે RBIનો ખુલાસો

 માહિતીનું ખોટું અર્થઘટન કરાયું: RBI

RBIએ પ્રેસ રિલીઝ જાહેર કરી

500ની નોટો ગુમ થવા અંગે RBIએ ખુલાસો કર્યો છે. આરબીઆઈએ 500 રૂપિયાની નોટો બજારમાંથી ગાયબ થવાના સમાચારોનું ખંડન કર્યું છે. અને આ અંગે સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ દ્વારા કહ્યું હતું કે તેની સિસ્ટમમાંથી 88,032.5 કરોડ રૂપિયા ગુમ થયાના સમાચાર ખોટા છે. આરટીઆઈથી મળેલી માહિતીના ખોટા અર્થઘટનને કારણે આવું થયું છે. આરબીઆઈએ કહ્યું કે દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 500 રૂપિયાની નોટો વિશે આરટીઆઈ હેઠળ આપવામાં આવેલી માહિતીનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

500 રૂપિયાની નોટો ગુમ થવાના સમાચાર આવ્યા હતા.

અનેક મીડિયા રિપોર્ટ્સમાં એવું જણાવવામાં આવ્યું હતું કે મનોરંજન રોયે માહિતી અધિકાર એટલે કે RTI હેઠળ કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા અને તેના જવાબમાં કહેવામાં આવ્યું હતું કે નવી ડિઝાઈનવાળી 500 રૂપિયાની લાખો નોટો ગુમ થઈ ગઈ છે, તેની કિંમત 88,032.5 કરોડ રૂપિયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના ત્રણ પ્રિન્ટિંગ પ્રેસે મળીને નવી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 8810.65 કરોડ નોટો છાપી હતી, પરંતુ રિઝર્વ બેંકને તેમાંથી માત્ર 726 કરોડ નોટો જ મળી હતી. કુલ મળીને રૂ. 500ની 1760.65 કરોડ નોટો ગુમ થઇ છે, જેની કિંમત રૂ. 88,032.5 કરોડ છે.

RBIએ શું કહ્યું

ભારતીય રિઝર્વ બેંકે તેની પ્રેસ રિલીઝ અને ટ્વિટર પરની પોસ્ટમાં કહ્યું છે કે આરબીઆઈને માહિતી મળી છે કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં સિસ્ટમમાંથી 500 રૂપિયાની નોટ ગાયબ થઈ જવાના સમાચાર ખોટા છે. પ્રિન્ટિંગ પ્રેસમાંથી મળેલી માહિતીમાં ગેરસમજ થઈ છે અને એ જાણવું જરૂરી છે કે મીડિયા રિપોર્ટમાં જે પણ નોટો છપાય છે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બેંક નોટોના ઉત્પાદન, સંગ્રહ અને વિતરણ પર આરબીઆઈ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે દેખરેખ રાખવામાં આવે છે અને આ માટે એક મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં બેંકના ચીફ જનરલ મેનેજર યોગેશ્વર દયાલ વતી લખવામાં આવ્યું છે કે આવી કોઈપણ માહિતી માટે બધાએ ફક્ત આરબીઆઈ દ્વારા પ્રકાશિત માહિતી પર આધાર રાખવો જોઈએ.

વાંચો અહીં આસામમાં પૂર જેવી સ્થિતિ