GUJARAT STARTUP -ધ લારી -આદિત્ય દવે

0
61

આદિત્ય દવે એ ગુજરાત સ્ટાર્ટઅપ ધ લારી -ગુજરાત આદિત્ય દવે એ આ યુવાને લારી ના સર્જન પછી સતત નવા વિચારો અને અન્ય ઉત્પાદનો માટે પ્રયત્ન કર્યો. અને ચા, કે પછી ફાસ્ટ ફૂડના બીઝનેસ માટે જો હોમ ડીલીવરી ફૂડ ગરમા ગરમ પહોંચાડવું હોય તો શું કરીશ .અને બનાવ્યું બેટરી સંચાલિત હીટર બોક્ષ અને સ્ટવ. આદિત્ય દવેનું કહે છે હંમેશા અમે આવું માનીએ છીએ કે આપણા જાતે અનુભવેલું કામ તેની ડિઝાઇન અને ઉત્પાદન હમેશા સફળ બનાવે છે. અમે નાના વ્યવસાયો, ફ્રેન્ચાઇઝીસ અને ઉદ્યોગસાહસિકોને સફળ થવા માટે ટેક્નોલોજી અને ડિઝાઇન બનાવી છે. અને સાહસિકોને તેમના વ્યવસાયના માર્ગમાં પણ મદદ કરી છે. આવો જાણીએ ધ લારી તેની ખાસિયતો શું છે. ધ લારી-ગુજરાતના યુવાન આદિત્ય દવે એ ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત ઇનોવેશન કર્યું છે . કોઈ પણ ફુડ ટ્રક અને લારીઓ ઉપર ભીડ જોઈને ઘણાંને લાગે છે કે એક વખત આ બિઝનસ ટ્રાય કરી જોવો જોઈએ. પણ જગ્યા ક્યા લેવી , કેટલી જગ્યામાં હું શું કરું કે પછી ચાની કીટલી માટે કેટલી જગ્યા જોઈએ. દબાણ હટાવવા માટે આવશે તો મારો ધંધો કેવી રીતે કરી શકીશ. ? આ બધાજ પ્રશ્નોનું સમાધાન તે પણ ટેકનીકલ હોય તો કેવું લાગશે.

.. જી હા દર્શકમિત્રો ગુજરાતના યુવાને ગુજરાત સ્ટાર્ટઅપ પોલીસી અંતર્ગત આ પ્રશ્નોનું મનોમંથન કર્યું. સાથે જ ઇનોવેશન પણ કર્યું. એક સરસ મજાની લારી બનાવી જે ખુબજ સરળતાથી એક સ્થાને થી બીજે સ્થાને ખસેડી શકાય અને ખુબ ઓછી જગ્યામાં પણ ચા , ફાસ્ટ ફૂડ વિગેરે શરુ કરી શકાય. મોબાઈલ બીઝનેસ શરુ કરવાના વિચાર સાથે શરુ કરેલી યાત્રા અને આ લારી આજે ગુજરાત પુરતી સીમિત નથી. દેશના અલગ અલગ રાજ્યોમાં અને દુનિયાના દેશો સુધી પહોંચી છેધ લારી ઘરઆંગણે પ્રાથમિક વેપાર ધંધાને શરુ કરવા માટે ખુબ જ ઉપયોગી છે. આ લારીમાં વાપરવામાં આવેલી શીટ વેસ્ટ મટીરીયલમાંથી બનાવવામાં આવી છે . સિંગલ યુઝ પ્લાસ્ટિક અને કચરામાં ફેકી દેવાયેલી ફૂડ પેકેટની પ્લાસ્ટિક થેલીમાંથી રીસાયકલીંગ અને અપ સાયકલીંગ પ્રોસેસથી બનાવેલા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે