RBI વ્યાજદર ૬.૫ ટકાથી ઘટાડી ૬ ટકા કરી શકે!

0
240

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજદરમાં ઘટાડો કરી શકે તેવી શક્યાઓ છે. કારણ કે, હાલમાં ફુગાવાના દરમાં નરમાઈ દેખાઈ રહી છે. રિઝર્વ બેંક ગયા વર્ષે વ્યાજ દરમાં 2.5 ટકાનો વધારો કર્યો હતો, જે હાલમાં 6.5 ટકાના સ્તરે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ની પ્રથમ નાણાકીય નીતિ, જે એપ્રિલમાં આવી હતી, તેમાં વ્યાજ દરો અંગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. હવે મોનેટરી પોલિસી કમિટીની બેઠક જૂનમાં યોજાવાની છે, જેમાં કેટલાક નિષ્ણાંતો મુજબ, વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત થઇ શકે છે. મોટા ભાગના નિષ્ણાંતો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજદરમાં 0.5 ટકાના કાપની અપેક્ષા રાખે છે.