રથયાત્રા ઉપર રહેશે બાજ પોલીસ બંદોબસ્ત- ડીજીપી

0
78
રથયાત્રા પોલીસ બંદોબસ્ત
રથયાત્રા પોલીસ બંદોબસ્ત

જગન્નાથ રથયાત્રા ની દેખરેખ રાખવા માટે સૌપ્રથમ વાહન-આધારિત સંચાર એકમ સેટ ફોન જેવા કડક પોલીસ બંદોબસ્ત સાથે તૈયાર છે. હવે ગણતરીના દિવસો રથયાત્રા લઈને બાકી છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય તેમજ પોલીસ ભવનના ઉચ્ચ અધિકારીઓ તેમજ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાની અધ્યક્ષ સ્થાને શહેર શાંતિ સમિતિના સભ્યો તેમજ એકતા સમિતિના સભ્યો અખાડા સમિતિ ના પ્રમુખ ભજન મંડળીઓના પ્રમુખ, ટ્રક સમિતિના પ્રમુખ , રથના ખલાસીઓના પ્રમુખ તેમજ શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું.. રાજ્યના  ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે આ વર્ષે અગાઉથી જ પોલીસ કાફલો તેમજ ટેકનોલોજીના સમન્વયથી 146 ની રથયાત્રાનું આયોજન તેમજ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે અપીલ કરવામાં આવી.રથયાત્રા પોલીસ બંદોબસ્ત આ વખતે ચુસ્ત રાખવામાં આવ્યું છે. રથયાત્રા રૂટ  પર આ વખતે કોમી એખલાસ અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટેના મીટીંગો આયોજન શાંતિ સમિતિની બેઠકો યોજવામાં આવી છે.

પોલીસ બંદોબસ્ત
પોલીસ બંદોબસ્ત

સંવેદનશીલ વિસ્તારોની CCTV કૅમેરા અને બૉડી-વૉર્ન કૅમેરા જેવા ઘણા હાઇ-ટેક સાધનો અને ગેજેટ્સનો ઉપયોગ

વાહન પર બનેલ મોબાઇલ કમ્યુનિકેશન યુનિટનો ઉપયોગ

સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (સીએપીએફ)ની ટીમ તેનાત

રથયાત્રાને લઇને રાજ્ય પોલીસ વડાએ યોજી બેઠક

146મી રથયાત્રાને લઇને પોલીસ વિભાગ સતર્ક

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ

દેવભુમિ દ્વારકાના ટાપુઓ પર પુર્વ મંજુરી વગર જવા પ્રતિબંધ લગાવાયો