RAJIV MODI :  કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ

0
228
RAJIV MODI
RAJIV MODI

RAJIV MODI :  કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી (RAJIV MODI) પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

modi 1

કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી (RAJIV MODI) ની મુશ્કેલી વધી છે. વિદેશી યુવતીના આરોપો બાદ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. કેડિલાના માલિક રાજીવ મોદી (RAJIV MODI) સામે વિદેશી યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ સ્ટશનમાં  ગુનો નોંધાયો છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

તમને જણાવી દઈએ કે, વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ થતા સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ૨૨ ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

CADILA modi

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. 

CEDILA RAJIV modi

RAJIV MODI કેસમાં ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ

મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી (RAJIV MODI) સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે.  અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.  

તમે આ પણ વાંચી શકો છો

Sleep :તમને દિવસે પણ ઊંઘ આવે છે તો જાગી જાઓ આ બવ મોટી બીમારીનું છે સંકેત