RAJKOT TRP GAME ZONE FIRE : હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે લીધો સરકારનો ઉધડો, કહ્યું ;  અમને સરકાર અને તંત્ર પર હવે ભરોસો રહ્યો જ નથી

0
164
RAJKOT TRP GAME ZONE FIRE
RAJKOT TRP GAME ZONE FIRE

RAJKOT TRP GAME ZONE FIRE :  રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકા (RMC)નો ઉધડો લઈ નાખ્યો હતો. 

RAJKOT TRP GAME ZONE FIRE

RAJKOT TRP GAME ZONE FIRE : સતત બીજા દિવસે હાઇકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરી હતી , આજે સોમવારે હાઇકોર્ટે રાજકોટ મનપાનો અને સરકારનો ઉધડો લઇ લીધો હતો, 26 મે, 2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટે રવિવારે એટલે કે રજાના દિવસે સુનાવણી યોજી હતી.

RAJKOT TRP GAME ZONE FIRE

RAJKOT TRP GAME ZONE FIRE : રવિવારે હાઇકોર્ટની સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. હાઇકોર્ટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ગેમ ઝોનના કેવા નિયમો છે તે અંગે સબમિશન આપવા આદેશ આપ્યો હતો. ત્યારે આજે સોમવારે હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈએ સરકારનો ઉધડો લઇ લીધો હતો

RAJKOT TRP GAME ZONE FIRE

RAJKOT TRP GAME ZONE FIRE : શું કહ્યું હાઇકોર્ટે ?

1 ) અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા. 

2) અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી?

૩) ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું?  કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે ‘આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.?

4 )   અમદાવાદ અને અન્ય મ્યુનસિપાલ કોર્પોરેશનમાં શું છે? ઘટના બની એટલે તમે ગેમ ઝોન બંધ કરાવવા દોડ્યા! ચાર મોટા શહેરોના ગેમ ઝોન વિશે કોર્ટ સમક્ષ સ્ટેટસ મૂકાયું છે. ત્યારે અરજદાર અમિત પંચાલે કહ્યું કે, ક્યાં પ્રકારના બિલ્ડિંગમાં આ ગેમ ઝોન ચાલે છે તે માહિતી છે?

5)  એક્સપર્ટ દ્વારા ફોટોગ્રાફ અને FSL રિપોર્ટ વગર 2 JCBથી બળેલું માળખું હટાવાયું, ઉતાવળની શું જરૂર હતી. આમ પુરાવા નાશ થાય. લોકોના બોડીના ભાગ TRP ગેમ ઝોનમાંથી મળી રહ્યા છે, લોકોના પરિવારના સભ્યો મળતા નથી. આટલી ઉતાવળ કેમ કરાઈ?

RAJKOT TRP GAME ZONE FIRE : સરકારે શું આપ્યો જવાબ ?

RAJKOT TRP GAME ZONE FIRE

હાઇકોર્ટના વેધક સવાલો પર સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપતા કહ્યું હતું, કે સરકાર તાત્કાલિક પગલાં ભર્યા છે. અને રાજ્યના તમામ ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. સરકાર આ ઘટના બાબતે ખૂબ જ ગંભીર છે અને કોઈને છોડવામાં આવશે નહીં. છ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. છ આરોપીઓ સામે FIR કરવામાં આવી છે અને બેની ધરપકડ કરવામાં આવી છે. 

RAJKOT TRP GAME ZONE FIRE : અરજદારે શું કહ્યું હતું? 

RAJKOT TRP GAME ZONE FIRE

સુનાવણી દરમિયાન અરજદારે કહ્યું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દ્વારા કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી. મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા એમાંય બાળકોના મૃત્યુ થયા તે હત્યાથી ઓછું નથી. નિયમોના પાલન કરવામાં જ ન આવ્યા. અરજદારે દાવો કર્યો હતો કે આ ગેમ ઝોન એક ગેરકાયદે જગ્યાએ ચાલતું હતું છતાં તંત્ર અને પોલીસ દ્વારા આંખ મીચામણાં કરાયા હતા. તેના પર ગુજરાત હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના ઢીલા વલણ અને ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા મુદ્દે આકરી ઝાટકણી કાઢી હતી. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો