RAJKOT : 36 કલાક બાદ 4 મૃતદેહો સોંપાયા, DNA રીપોર્ટ આવવાના શરુ   

0
499
RAJKOT
RAJKOT

RAJKOT :  રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોત થયાં હતા. આ આગમાં લોકો એટલી હદે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના  સ્વજનની જાણકારી માટે લોકો તળવળી રહ્યાં છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યાં છે. ત્યારે આજે 4 લોકોના  DNA મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે.

RAJKOT

RAJKOT : રાજકોટ શહેરના નાનામૌવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગકાંડમાં 9 બાળકો સહિત 28 વ્યક્તિ કાળનો કોળિયો બની ગઈ છે ત્યારે જીવતા જ આગમાં ભુંજાઈ ગયેલા લોકોના મૃતદેહ પરિવારને સોંપવા માટે તંત્ર દ્વારા ડીએનએ મેચીંગની કાર્યવાહી શરૂ કરી હતી જેના 36 કલાક બાદ રિપોર્ટ આવવાની શરૂઆત થતાં આજે સવારે ચાર મૃતદેહ પરિવારજનોને અંતિમવિધી માટે સોપાતા ભારે કરૂણ દ્રષ્યો સર્જાયા છે.

RAJKOT

RAJKOT : ડીએનએ મેચ થયા બાદ 36 કલાકના અંતે મૃતદેહ સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જેમાં આજે સવારે 4 મૃતદેહ સોંપવામાં આવેલ છે. જેમાં ઉપલેટા બસ્ટેન્ડ પાસે રહેતા અને ગેમઝોનમાં રમવા માટે આવેલા સ્મીત મનીષભાઈ વાળા ઉ.વ.22 નામના ધોબી યુવાનની ઓળખ થઈ જતા તેના પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. બે ભાઈમાં નાનો સ્મીત પાનની દુકાને બેસતો હતો અને મિત્રો સાથે ગેમઝોનમાં રમવા માટે આવ્યો હતો.

RAJKOT

આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર રહેતા અને ટીઆરપી ગેમઝોનમાં નોકરી કરતા સુનિલ હસમુખભાઈ સિધ્ધપુરા ઉ.વ.38 નામના સોની યુવાનની ઓળખ થઈ જતા આજે સવારે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. બે ભાઈમાં નાના સુનિલે બપોરે પોતાની પત્ની સાથે છેલ્લી વાતચીત કરી હતી જેમાં રાત્રે 10 વાગ્યે આવી જઈશ તેમ કહ્યું હતું પરંતુ આ યુવાનનો મૃતદેહ જ ઘરે પહોંચતા એકના એક પુત્રી સહિતના પરિવારજનોના કરૂણ આક્રંદથી ગમગીની છવાઈ હતી.

RAJKOT : શનિવાર બન્યો કાળમુખો

RAJKOT

શનિવારે સાંજે રાજકોટના કાલાવડ રોડ ઉપર નાનામવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં વેલ્ડિંગ કામ કરતી વેળાએ લાગેલી ભીષણ આગે ગણતરીની સેકંડોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. નજરે જોનાર લોકોના કહેવા પ્રમાણે 60 સેકંડમાં જ આગે રૌદ્રસ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર ગેમઝોનમાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી.જેમાં 28 લોકોના મોત નીપજ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો