સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદ #rajkot #samuhlagn #gujaratinews – રાજકોટમાં 27 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે. આ સમૂહલગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા. જો કે, આ દાગીના અસલી નહીં, પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાને પગલે સમૂહલગ્નના આયોજકો વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે.
રાજકોટમાં યોજાયેલ સમૂહ લગ્ન આવ્યા વિવાદમાં
જોકે, મુખ્ય આયોજક અને શિવાજી સેનાનાં પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહલગ્નમાં સોનાની એકમાત્ર ચૂંક આપી હોવાનો બચાવ કર્યો છે. તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેને બદલી આપવાની ખાતરી આપી છે.આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહલગ્નમાં ભાગ લેનારા એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી. આ પીડિત પરિવારે જણાવ્યું કે, લગ્ન બાદ જ્યારે તેઓને આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું.
સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં દાતાઓ
આ ખુલાસાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી આયોજકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નવ વરવધુને આપેલ દાગીના નીકળ્યા ખોટા
મુખ્ય આયોજક પ્રમુખ વિક્રમ સોરાણીએ માંગી માફી
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
