Home State Gujarat Rajkot news: 8 ફૂટની ઊંચાઈથી કાર પુલ નીચે ખાબકી, આગમાં ફેરવાઈ; મહિલા...

Rajkot news: 8 ફૂટની ઊંચાઈથી કાર પુલ નીચે ખાબકી, આગમાં ફેરવાઈ; મહિલા સહિત 3 શિક્ષકોના જીવતા ભુંજાઈ મોત

0
254
Rajkot news
Rajkot news

Rajkot news: રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પુલ પરથી લગભગ 8 ફૂટ નીચે ખાબકતા જ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ શિક્ષકો જીવતા ભુંજાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, છોટા ઉદેપુરથી ગોંડલ તરફ જઈ રહેલી ઓરા કાર (નં. GJ-34-N-0962) વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ અચાનક ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડ પરથી નીચે ઉતરી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર પડતાં જ ઈંધણ લીકેજ અથવા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

Rajkot news

કાર ઊંધી પડવાના કારણે તેના તમામ દરવાજા જામ થઈ ગયા હતા, જેથી અંદર સવાર લોકો બહાર નીકળી શક્યા ન હતા. જોતજોતામાં જ આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને મહિલા સહિત ત્રણ શિક્ષકોને બચવાની એક પણ તક મળી ન હતી.

Rajkot news: અકસ્માતમાં મોતને ભેટેલા શિક્ષકો

  1. પ્રયાગભાઈ ગણપતસિંહ બારૈયા
    (ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર)
  2. આશાબેન સત્યપાલ ચૌધરી
    (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર)
  3. નિતાબેન એન્થની પટેલ
    (શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર)

અકસ્માતની જાણ થતા સાણથલી 108 એમ્બ્યુલન્સ તેમજ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો અજયસિંહ વાળા, જયેશભાઈ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં કારમાં સવાર તમામ લોકો સંપૂર્ણપણે બળીને ભડથું થઈ ગયા હતા.

Rajkot news

ફાયર ફાઈટરોને કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે શિક્ષક સમાજમાં પણ ભારે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :Dang Ashram Shala Scandal: ડાંગમાં આશ્રમશાળાના ટ્રસ્ટીએ ગુજાર્યું દુષ્કર્મ: 15 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી આચર્યું પાપ,

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે