RAJKOT NEWS :   રાજકોટ આગ કાંડમાં આ તે કેવી કાર્યવાહી ?  જવાબદાર પોલીસ અને મનપા કમિશ્નરની કરાઈ બદલી..  

0
220
RAJKOT NEWS
RAJKOT NEWS

RAJKOT NEWS :  રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા  કાર્યવાહી કરવામાં આવી છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે  

રાજુ ભાર્ગવની સાથે  વિધી ચૌધરીની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 

RAJKOT NEWS

રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલની પણ બદલી કરાઇ છે.  રાજુ ભાર્ગવ અને વિધી ચૌધરીને નવુ પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજુ ભાર્ગવ અને જેસીપી વિધી ચૌધરીને વેઈટિંગમાં રખાયા છે. સુધીર દેસાઈની પણ બદલી કરાઇ છે.  રાજકોટના નવા પોલીસ કમિશ્નર તરીકે બ્રજેશકુમાર ઝાની નિમણૂંક કરાઇ છે. વિધી ચૌધરીની જગ્યાએ મહેંદ્ર બગરીયાની નિમણૂંક કરાઇ છે. 

RAJKOT NEWS : 

RAJKOT NEWS : રાજ્ય સરકારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂંક કરવામાં આવી છે. તો મ્યુનિસિપલ કમિશનર તરીકે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથિરિટી(AUDA)ના સીઈઓ ડી.પી. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે રાજકોટ શહેર એડિશનલ કમિશનર(એડમિનિ સ્ટ્રેટેશન, ટ્રાફિક અને ક્રાઇમ) વિધિ ચૌધરીની પણ બદલી કરી દેવામાં આવી છે. તેમના સ્થાને કચ્છ-ભૂજ(પશ્ચિમ)ના ડેપ્યુટી આઈજીપી મહેન્દ્ર બગરિયાને મૂકવામાં આવ્યા છે.

RAJKOT NEWS

આ ઉપરાંત રાજકોટ શહેર ઝોન-2ના DCP ડો.સુધીર જે.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને વડોદરાની મધ્યસ્થ જેલના સુપરિટેન્ડન્ટની નિમણૂંક કરવામાં આવી છે.

આ બદલીઓ અંગે ચૂંટણીપંચની મંજૂરી લેવામાં આવી છે. તેમજ તમામ અધિકારીઓને બદલીનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

RAJKOT NEWS : 8 અધિકારીને સસ્પેન્ડ કરાયા


RAJKOT NEWS : રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. એમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે, સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ શહેરના બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડા દ્વારા વી. આર. પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  1. આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયર
  2. ગૌતમ ડી. જોશી, RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
  3. જયદીપ ચૌધરી, ટાઉનપ્લાનિંગ શાખાના આસિ. એન્જિનિયર
  4. એમ. આર. સુમા, નાયબ કાર્યાલય ઈજનેર
  5. વી. આર. પટેલ, પીઆઇ
  6. એન. આઈ. રાઠોડ, પીઆઇ
  7. પારસ એમ. કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર
  8. રોહિત વિગોરા, ફાયર સ્ટેશન ઓફિસર

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો