RAJKOT FIRE : સહઅપરાધ માનવવધના આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજુર

0
171
RAJKOT FIRE
RAJKOT FIRE

RAJKOT FIRE : 25 મે, 2024ના રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં 28થી વધુ લોકોના મોતના જવાબદાર આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે,  આ આગમાં લોકો એટલી હદે બળ્યાં છે કે, તેમની ઓળખ DNA દ્વારા કરવામાં આવી રહી છે.

1 226

RAJKOT FIRE : રાજકોટ આગકાંડમાં 28થી વધુ લોકોના મોત થયા છે. આગકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોઈપણ સેફ્ટી વગર ગેમઝોન ચલાવતા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

91

  
RAJKOT FIRE : આજે આરોપી યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

RAJKOT FIRE :  હાઇકોર્ટે સવારે જ આપી હતી ફટકાર

7 4

RAJKOT FIRE : હાઇકોર્ટે રાજકોટ આગકાંડ મામલે સુઓમોટો લીધું હતું, જેમાં હાઇકોર્ટે સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશનર જવાબદાર છે. ગેમઝોન બન્યો ત્યારથી અત્યાર સુધીના તમામ મનપા કમિશનર જવાબદાર છે. આપણે જે નિર્દોષ બાળકો ગુમાવ્યા જેની જવાબદારી પ્રશાસનની છે. RMCએ હાઈકોર્ટના હુકમોનું પાલન કર્યું નથી. આ અધિકારી સામે પગલા લઈ સરકાર સસ્પેન્ડ કરે. સંલગ્ન ચીફ ફાયર ઓફિસરને સોગંદનામા પર વિગતો રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. આગની દુર્ઘટનાઓ નિર્દોષોના જીવ માટે ખલનાયક બની છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો