RAJKOT : રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો એક તરફ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે અને 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનાં છે. ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની ભૂમિ પર રાજપૂતોનું શક્તિપ્રદર્શન થવા જઈ રહ્યું છે. આવતીકાલે 14 એપ્રિલને રવિવારે સાંજે રાજકોટથી 14 કિલોમીટર દૂર આવેલા રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. રતનપર મંદિર સામેના 30 વીઘાના મેદાનમાં 2 લાખથી વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે. આ સંમેલનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. એ માટે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા તેમજ રાજ્યના અલગ-અલગ સ્ટેટના રાજવીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે.
RAJKOT : 2થી 5 લાખ લોકો ઉપસ્થિત રહે એવી ધારણાઃ આગેવાન

RAJKOT : મહાસંમેલનને લઈ વધુમાં પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું છે એના વિરોધમાં આવતીકાલે 14 એપ્રિલે રાજકોટના રતનપર મંદિર સામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે, જેમાં 2થી 5 લાખ લોકો ઉપસ્થિત રહે એવી ધારણા છે. આ ઉપરાંત અહીં 15 જેટલા લોકોને સ્ટેજ ઉપરથી સ્પીચ આપવાની પરવાનગી આપવામાં આવશે. આ સંમેલન માટે મંજૂરી મળી ગઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તો સાથે જ તેમણે કહ્યું હતું કે આ સંમેલનમાં રાજ શેખાવત ઉપરાંત મહિપાલસિંહ મકરાણાને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગામેગામ અને તાલુકા તેમજ શહેરમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો ઊમટી પડશે. એ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
RAJKOT : અમદાવાદથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ જશે

RAJKOT : અમદાવાદના નરોડા, કૃષ્ણનગર, નવા નરોડા, વસ્ત્રાલ, લાંભા, સિટીએમ, ખોખરા, ચાંદખેડા, મેઘાણીનગર અસારવા નોબલનગર સહિતના વિસ્તારોમાંથી બસો અને ગાડીઓમાં લોકો રાજકોટ સંમેલનમાં ભાગ લેવા જશે. આજે શનિવારે રાત સુધીમાં તમામ લોકોને ક્યાંથી બસ જશે, તે તમામ પ્રકારની માહિતી આપી દેવામાં આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યાથી વિવિધ વિસ્તારોમાંથી 30થી વધુ લક્ઝરી બસો અને 100થી વધુ ગાડીઓમાં લોકો રાજકોટ ખાતે પહોંચશે.
RAJKOT : જામનગરમાંથી 40 હજારથી વધુ લોકો પહોંચવાનો દાવો

RAJKOT : જામનગરથી રાજપૂત કરણીસેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલુભા જાડેજાની આગેવાની હેઠળ રાજપૂત કરણીસેનાના ગુજરાત પ્રભારી કાનતુભા જાડેજા, કરણીસેના આગેવાનો દેવુભા સરવૈયા, વિક્રમસિંહ જાડેજા, મૂળરાજસિંહ ઝાલા, સુરપાલસિંહ વાળા, સંજયસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા સહિતના રાજપૂત સમાજના અલગ-અલગ સંગઠનના પ્રમુખો-હોદ્દેદારો સહિત 40થી 50 હજાર ભાઈઓ અને બહેનો રાજકોટના મહાસંમેલનમાં હાજરી આપશે. જિલ્લામાં રાજપૂત સમાજની વસ્તી ધરાવતા તમામ ગામોમાંથી એક બસ રાજકોટ ખાતે સંમેલનમાં જશે. જેમાં સરપંચો સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં રતનપર જશે.

RAJKOT : સંમેલનમાં જનારને શું-શું ધ્યાનમાં રાખવું?
- ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી આવતા કાર અને બસોને વ્યવસ્થિત પાર્ક કરવા અને કોઈ અવ્યવસ્થા ન થાય એવો સહયોગ આપવો.
- સંમેલનના સમયથી પહેલા સ્થળ પર આવી ગ્રાઉન્ડ પર રાખેલી બેઠક વ્યવસ્થા મુજબ બેઠક લઇ લેવી.
- સંપૂર્ણ કાર્યક્રમને તમારી Facbook-YouTube પર Live કરવો.
- મીડિયામાં કોઈ પણ પ્રકારની બાઇટ તેમજ રસ્તામાં કોઈપણ સ્થળે નારાબાજી કરવી નહીં.
- ઘરેથી માતાજીને પગે લાગીને નીકળવું અને રસ્તામાં કોઈ પણ સાથે કોઈપણ સંજોગોમાં તકરારમાં ઉતરવું નહિ.
- રસ્તામાં સરકારી વ્યવસ્થા માટેની પોલીસ ટીમને સહયોગ કરવો અને કોઈ જગ્યા પર ટ્રાફિકજામ થાય એ રીતે વાહન પાર્ક કરવા નહીં.
- જે બસમાં તમે આવતા હોય એ બસના 2 ભાઈઓને જવાબદારી આપવી અને બસમાં બેઠેલા દરેક પાસે એમનો મોબાઈલ નંબર આપવો અથવા લઇ લેવો.
- સંકલન સમિતિ દ્વારા આપેલા સ્ટીકર-બેનર તમારી કાર અને બસના આગળ અથવા પાછળ ફરજીયાત લગાવવા (જેમ કે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન- જિલ્લો, તાલુકાનું નામ)
- રાજકોટ ખાતે સંમેલનમાં આવનારા દરેક વ્યક્તિએ પોતાનું આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું.
- કાર કે બસમાં રસ્તામાં તકલીફ થાય એવી વસ્તુ નહીં રાખવી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો